The Kapil Sharma Show Dia Mirza Said to Kapil Sharma I'll blow you
  • Home
  • Entertainment
  • Bollywood
  • પૂર્વ મિસ ઇન્ડિયા સાથે કપિલ શર્માને ફ્લર્ટ કરવું ભારે પડ્યું, અભિનેત્રીએ કહ્યું-‘થપ્પડ મારી દઇશ’

પૂર્વ મિસ ઇન્ડિયા સાથે કપિલ શર્માને ફ્લર્ટ કરવું ભારે પડ્યું, અભિનેત્રીએ કહ્યું-‘થપ્પડ મારી દઇશ’

 | 9:51 am IST

‘ધ કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડમાં ફિલ્મ ‘થપ્પડ’ ની ટીમ પ્રમોશન માટે પહોંચી હતી. શોમાં તાપસી પન્નૂ, દિયા મિર્ઝા, પવૈલ ગુલાટી અને નિર્દેશક અનુભવ સિંહા પણ શામેલ થયા હતા. આ શોમાં તમામ કલાકારો કપિલ શર્માના જોક્સ પર દિલ ખોલીને હસ્યા અને તમામ લોકોએ ખુબ મસ્તી પણ કરી હતી.

શો દરમિયાન કપિલ દીયાને પૂછતો નજર આવ્યો કે,’તે શું લેવાનું પસંદ કરશે,ચા-કોફી કે પછી ડાયરેક્ટ ફ્લર્ટ?’ આ વાત પર દીયાએ કપિલને કહ્યું કે,’તમને ફિલ્મની થીમ ખબર છેને?’ જેના પછી કપિલ સોનાક્ષી સિંહાનો ફેમસ ડાયલોગ કબે છે કે,’થપ્પડથી ડર નથી લાગતો સાહેબ પ્રેમથી લાગે છે’. આ સાંભલી તમામ લોકો હસવા લાગ્યા.

હોસ્ટ કપિલે શોમાં થપ્પડની ટીમને પૂંછ્યુ કે,’તેમને તેમની રિયલ લાઇફમાં પહેલો થપ્પડ ક્યારે પડ્યો હતો? આ અંગે દિયાએ જણાવ્યું કે,’ તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેમના પિતા કોઇ કારણસર તેમની ઉપર ગુસ્સો કર્યો હતો. ત્યારે તેમને એટલો ગુસ્સો આવ્યો હતો કે તે ઘર છોડીને ચાલી નીકળી હતી. તે આખો દિવસ પોતાના સંબંધીઓને ત્યાં ભટકતી રહી. આખરે સાંજે તેના પિતા કોઇ સંબંધીના ઘરેથી તેને ઘરે પરત લઇને આવ્યા અને તે દિવસે તેમણે નક્કી કર્યૂં હતું કે, તેઓ દીયા પર ક્યારેય ગુસ્સો નહી કરે.

શોમાં દીયાએ એ પણ જણાવ્યું કે,’જ્યારે હું 21 વર્ષની હતી. ત્યારે મારા મમ્મીએ કોઇ કારણસર મને પ્રથમ થપ્પડ માર્યો હતો. મને આજે પણ તે દિવસ યાદ છે અને તે દિવસે હું ખુબ રડી હતી. ‘

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં હત્યાનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન