parineeti chopra reveals what she got in nick jonas wedding
  • Home
  • Featured
  • Photos: કપિલ શર્માના શોમાં પરિણીતિએ કર્યો ખુલાસો, નીકે જૂતાં ચોરી રિવાઝમાં શું આપ્યુ

Photos: કપિલ શર્માના શોમાં પરિણીતિએ કર્યો ખુલાસો, નીકે જૂતાં ચોરી રિવાઝમાં શું આપ્યુ

 | 11:23 am IST

ધ કપિલ શર્માના શોમાં શનિવારે એક એપિસોડમાં બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડાએ પોતાની અપકમિંગ ફિલ્મ કેસરીના પ્રમોશનમાં પહોંચ્યા હતા. અક્ષય કુમારની આ પીરિયડ ડ્રામા ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. શો પર કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન અક્ષય અને પરિણીતિએ ખુબજ મજાક મસ્તી કરી હતી. આ દરમિયાન તમામ એવી વાતોનો ખુલાસો પણ કર્યો જેમાં ફેન્સને જાણકારી મળે.

કપિલે પરિણીતિ ચોપડાએ તેની બહેન પ્રિયંકા ચોપડાના લગ્ન અંગે વાત કરી હતી. કપિલે પૂછ્યુ કે લગ્નમાં જૂતાં ચોરી રિવાઝમાં જીજાજી પાસે નોટ મળ્યા કે ડૉલર પરિણીતિએ હાલ આ તમામનો બેફીકર પણે જવાબ આપ્યો હતો. પરિણીતિએ કહ્યુ કે નિક જોનસ ખુબજ સારા માણસ છે. તેણે જૂતાં ચોરી રિવાઝમાં હીરાઓ અને ડૉલર્સ આપ્યા હતા. પ્રિયંકા ચોપડાએ નિક જોનસે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા.

જોધપુરના ઉંમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. પરિણીતિ ચોપડાના વર્ક ફ્રંટની વાત કરીએતો કેસરી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ સારાગઢી બેટલ પર આધારિત છે.

આ જ શોમાં પરિણીતિ અને અક્ષયે પોતાનો સૌથી મોટા ડર અંગે પણ સ્પષ્ટતા કરી હતી. અક્ષય કુમારે કહ્યુ કે સૌથી ઉંચા ગોળ ઝુલાઓથી તેને ડર લાગે છે. પરિણીતિએ કહ્યુ કે તેને સાપથી વધારે ડર લાગે છે. અક્ષય સાથે પરિણીતિનું સારૂ બોન્ડીંગ છે. અક્ષય કુમાર તેને ખુબજ સેટ પર હસાવતો હતો. કેસરી ફિલ્મ 21 માર્ચે રિલીઝ થઈ રહી છે જોવાનુ એ છે કે ફિલ્મ કેટલી સફળ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન