The Labor Party has Become Anti India : The British PM
  • Home
  • Featured
  • 370 બદલ બ્રિટનના સાંસદે PM મોદીના કર્યા ભરપેટ વખાણ, પાકિસ્તાનને મારી લપડાક

370 બદલ બ્રિટનના સાંસદે PM મોદીના કર્યા ભરપેટ વખાણ, પાકિસ્તાનને મારી લપડાક

 | 6:41 pm IST

મોદી સરકારે કાશ્મીરમાંથી એક ઝાટકે વિવાદીત કલમ 370 હટાવી દેતા અને ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુન: ગઠન કરતા જ દુનિયાભરમાં તેના પડઘા પડ્યાં છે. ઇંગ્લેન્ડના રાજકારણીઓ કાશ્મીર મુદ્દે ટ્વિટર પર બાખડી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે ખુલીને ભારતનું સમર્થન કર્યું છે અને પાકિસ્તાનના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો છે.

ઇંગ્લેન્ડની કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેને કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતે જે બંધારણીય નિર્ણય લીધો છે તે તેમનો આંતરિક વિષય છે. સાંસદ ભારતને સપોર્ટ કરતો એક પત્ર ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જોનસને લખ્યો છે. તેમાં તેમણે કહ્યું, એક સર્વમાન્ય વર્ષોથી ચાલતી આપણી પ્રથા છે કે કોઇ ત્રીજા દેશના આંતરિક મામલાઓમાં આપણે દખલ નહીં કરીએ અને એ પણ ખાસ કરીને લાંબા સમયથી મિત્ર એવા ભારત દેશના મામલામાં.

ઇંગ્લેન્ડના વિરોધ પક્ષના નેતા જેરેમી કોર્બીને રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કાશ્મીરની પરિસ્થિતિ ચિંતાજનક છે. આર્ટિકલ 370 મુદ્દે યુએન રેઝોલ્યુશન લાગુ કરવાની વકીલાત તેમણે કરી હતી. કોર્બીનના આ ટ્વિટના જવાબમાં લેબર પાર્ટીના અન્ય એક સાંસદે આ ગેરકાયદે એક્શન મુદ્દે તેમને પગલા ભરવા જણાવ્યું હતું.

લેબર પાર્ટીના ઉત્તેજક નિવેદનોના જવાબમાં બ્લેકમેને પત્ર લખીને જણાવ્યું હતું કે, ખૂબ આશ્વર્યજનક છે કે ભારત દ્વારા દરેક નાગરિકના અધિકારો સમાન કરવાના પ્રયાસનો લેબર પાર્ટીના સાંસદો વિરોધ કરી રહ્યા છે. આ પ્રકારના નિર્ણયનું(ભારતનો નિર્ણય) લોકતંત્રમા સ્વાગત થવું જોઇએ.

બ્લેકમેને તેમના પત્રમાં એ પણ નોંધ્યું કે, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટીકલ 370 અને 35એ અંગે નિર્ણય લેવા માટે અધિકૃત છે. લેબર પાર્ટીના સાંસદોને એ વાતનું આશ્વર્ય ન થવું જોઇએ જ્યારે ચૂંટાયેલી સરકાર તેમના વાયદા પૂરા કરે. આ નિર્ણયથી તેઓ તે વિસ્તારમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા સુદ્ઢ કરી તેઓ કાશ્મીરમાં રોકાણકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વર્ષોથી યુકેની સરકારોનું સ્ટેન્ડ રહ્યું છે કે કાશ્મીરને લગતો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતની હંમેશાથી પરંપરા રહી છે કે તે દરેક ધર્મ અને માન્યતાઓનુ સન્માન કરે છે.

ભારત વિરુદ્ધ ઝેર ઓકતી પ્રતિક્રિયાઓ સામે બ્લેકમેન્ કહ્યું હતું કે,  હિન્દુ વસાહત જેવી વાતો કરીને તે લોકો ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. તેઓ એ વાત ભૂલી ગયા છે જ્યારે આ વિસ્તારમાંથી પોતાના ઘર છોડીને કાશ્મીરી પંડિતોને બળજબરીથી ભગાડવામાં આવ્યા હતાં. આ પગલું વંશીય નિર્મૂલનના સુધારાના ભાગરૂપે છે.

જેથી હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે લેબર પાર્ટી ભારત વિરોધી,  હિન્દુ વિરોધી પાર્ટી બની ગઇ છે જેને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર સાથે મિત્રતા રાખવામાં કોઇ રસ નથી. તેના વિરુદ્ધ તે ત્યાના રાજકારણને અહીં લાવીને પોતાના કટ્ટર અને સંકુચિત હિત સાધાવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન