The lady who had to open her heart to laugh, had to run urgent doctor
  • Home
  • Featured
  • હા.. હા.. હા.. દિલ ખોલીને હસવુ મહિલાને પડ્યું ભારે, તત્કાળ દોડવુ પડ્યુ ડોક્ટર જોડે

હા.. હા.. હા.. દિલ ખોલીને હસવુ મહિલાને પડ્યું ભારે, તત્કાળ દોડવુ પડ્યુ ડોક્ટર જોડે

 | 4:26 pm IST

કહેવામાં આવે છે કે, હસે તેનું ઘર વસે અને હસવાથી શરીરને ઘણા ફાયદા થાય છે સાથે જ હસવાથી માનસિક બીમારીઓ પણ દૂર થાય છે. પરંતુ હસવુ એક મહિલા માટે એટલું ભારે પડી ગયુ કે તે હોસ્પિટલ પહોંચી ગઇ. આ મામલો ચીનનો છે અહિયા વધારે જોકથી હસતા મહિલાનું મોં ખુલુ રહી ગયુ. ખરેખર જોરથી હસવાના કારણે તેનું જડબું ડિસલોકેટ થઇ ગયુ અને તે મોઢું બંધ કરી શકી નહી. હવે આ ખબર વાયુવેગે વાયરલ થઇ રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગુએંગડોંગ જિલ્લામાં એક રેલવેમાં પ્રવાસ કરી રહેલ મહિલા કોઇ વાતને લઇ ખુબ જ જોરથી હસી રહી હતી. અચાનક એટલી જોરથી હસી કે તેના જડબા બંધ થયા નહી.

જ્યારે તેનું મોઢું બંધ ન થયુ તો આસપાસના લોકોએ કોશિશ કરી પરંતુ તેઓ અસફળ રહ્યા. સંયોગથી તે સમયે રેલમાં એક ડોક્ટર પણ હાજર હતો. મહિલાની સ્થિતિની ખબર તેના સુધી પહોંચી તો તે મહિલાની બોગીમાં પહોંચ્યા અને તેને જોઇ દંગ રહી ગયા. તે મહિલા ન તો બોલી શક્તી હતી અને ન તો મોં બંધ કરી શક્તી હતી. પહેલા તો ડોક્ટરને લાગ્યું કે તે મહિલાને હાર્ટ અટેક આવ્યો છે. તો તેમણે મહિલાની બ્લડ પ્રેશર ચેક કર્યું પરંતુ તેમને પછી સમજમાં આવ્યું કે વધારે પડ્તુ હસવાના કારણે તે મહિલાના જડબા ડિસલોકેટ થઇ ગયા છે.

ડોક્ટરે થોડી વાર મહેનત કરી અને થોડી વાર બાદ મહિલાના જડબા પોતાના સ્થાને આવી ગયા. રેલથી ઉતરતાની સાથે જ તે મહિલાને હોસ્પિટલ દાખલ કરવામાં આવી. ટ્રેનમાં હાજર મહિલાના સાથીએ જણાવ્યું તે, મહિલાનું જડબુ પહેલાથી જ પોતાના સ્થાનેથી હલી ચૂક્યું છે. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેને વોમેટિંગ થયુ હતું ત્યારે તે જડબાના ડિસલોકેશનનો શિકાર બની હતી.

આ વીડિયો પણ જુઓ : શ્રીકૃષ્ણના યાત્રાધામ ડાકોરમાં ગાયની હાલત કફોડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન