The last time a pope visited Ireland, homosexuality was a crime
  • Home
  • World
  • આ દેશના PM દુનિયાના પ્રથમ સમલૈંગિક PM, 3 દેશના શાસક ગે

આ દેશના PM દુનિયાના પ્રથમ સમલૈંગિક PM, 3 દેશના શાસક ગે

 | 10:33 pm IST

સમલૈંગિકતાને ગુના અંતર્ગત લાવનારી કલમ 377ની માન્યતા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત્ છે. આ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કરી રહી છે. બેન્ચના પાંચ જજની કમિટીમાં જસ્ટિસ દીપક મિશ્રા સિવાય જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. આ જ કારણોસર કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ વર્ષ 2015માં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 377 પર ફરીથી વિચારણા કરવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું હતું કે, ઉપલીકોર્ટે સમલૈંગિકતાના મામલે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો બદલવાની કોઈ જરૂર ન હતી. ૨૧મી સદીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો દુનિયાના કેટલાય દેશે છેલ્લા કેટલાક સમયમાં જુદા જુદા સેક્સ્યુઅલ એરિયેન્ટેશનને અમલી કર્યા છે. અમેરિકાથી લઈને આયરલેન્ડ સુધી અને જર્મનથી લઈને કોલંબિયા સુધી સૈન્યમાં સમલૈંગિકોને માન્યતા આપી છે. કોઈ દેશે લગ્ન તો કોઈ દેશે ટ્રિપલ મેરેજને મંજૂરી આપી દીધી છે.

તો કેટલાંક દેશમાં રાષ્ટ્રના વડા પ્રધાન સમલૈંગિક સમૂહમાંથી આવે છે. દુનિયાભરના સમલૈંગિકો પર એક નજર

સમલૈંગિકોને લઈને ક્યા દેશમાં કેવી જોગવાઈઓ

– દુનિયાના 125 દેશમાં સમલૈંગિક સંબંધ ગેરકાયદેસર ગુનાના દાયરાઓમાં આવે છે.

– દુનિયાના કેટલાય દેશમાં સમલૈંગિકોને લગ્ન કરવાની અનુમતી આપવામાં આવી છે.

– નેધરલેન્ડ, નોર્વે, બેલ્જિયમ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા મુખ્ય રાષ્ટ્ર છે.

– નેધરલેન્ડ પ્રથમ એવો દેશ છે જ્યાં વર્ષ 2001માં આ મુદ્દાને કાયદેસરની માન્યતાઓ મળી.

– વર્ષ 2005માં કેનેડા અને સ્પેનમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી હતી.

– સ્વિડન, આઇસલેન્ડ, પોર્ટુગલ, આર્જેન્ટિના, ડેન્માર્ક, ઉરૂગ્વે, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, બ્રાઝિલ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લઝમબર્ગ, ફિનલેન્ડ, આયરલેન્ડ, ગ્રીનલેન્ડ, કોલંબિયા, જર્મની, માલ્ટા પણ સમલૈંગિકોના લગ્નને માન્યતા આપી ચૂક્યો છે.

– દુનિયાના 27 દેશ એવા છે જે સમલૈંગિકોને કાયદાકીય માન્યતાઓ આપી ચૂક્યા છે.

– વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાના સાંસદે બહુમત સાથે સમલૈંગિક સંબંધોને માન્યતા આપી હતી.

– ઓસ્ટ્રલિયાનાં 150 સભ્યોની સંસદમાંથી માત્ર ૪ સભ્યોએ સમલૈંગિક વિવાહની તરફેણ વિરુદ્ધ મત આપ્યા હતા.

અમેરિકામાં શું કરવામાં આવ્યું હતું?

-જૂન 2015 પહેલાં અમેરિકાના કેટલાક રાજ્યમાં જ સમલૈંગિક વિવાહને મંજૂરી આપવામાં આવી હતી.

– જૂન 2015માં અમેરિકી સુપ્રીમ કોર્ટે દેશભરમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપી દીધી.
– 22 ડિસેમ્બર 2010માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિકતા સાથે જોડાયેલા કાયદાઓ પર સહી કરીને સૈન્યમાં સમલૈંગિકોને સ્થાન આપવા માટે ચિત્ર સ્પષ્ટ કરી દીધું હતું.

– એ પહેલાં વર્ષ 1993 સુધી ડોન્ટ આસ્ક, ડોન્ટ ટેલ કાયદા અંતર્ગત સૈન્યમાં રહેલા સમલૈંગિકોને પોતાની લૈંગિકતા છુપાવવા માટે મજબૂર થવું પડતું.

જનમતથી મળી માન્યતા

આયરલેન્ડ પહેલો એવો દેશ છે જેણે જનમતના માધ્યમથી સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે. બ્રિટનમાં વર્ષ 2013માં કુલ વસતીના 1.7 ટકા લોકોની ઓળખ સમલૈંગિક તરીકે થઈ હતી. આવા લોકોની સંખ્યા આશરે 8 લાખ હતી. મોટા ભાગના પિૃમી દેશોમાં સમલૈંગિક હિંસા અને ભેદભાવથી રક્ષણ આપવા માટે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં ગે મેરેજને કોઈ કાયદાકીય માન્યતા નથી. પરંતુ, આવા લોકો સિવિલ પાર્ટનરશિપમાં રહેવાનો હક ધરાવે છે.

જર્મનીનાં સાંસદે સમલૈંગિક લગ્નને માન્યતા આપી હતી

વર્ષ 2017માં જર્મનીના સાંસદ બુંડેસચાગે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા માટે પ્રસ્તાવ પાસ કર્યો હતો. જોકે, આવી જોડીઓને સિવિલ પાર્ટનશિપમાં રહેવાનો અધિકાર વર્ષ 2001માં મળ્યો હતો. પરંતુ, લગ્નને કોઈ કાયદાકીય માન્યતા આપવામાં આવી ન હતી. સદનના 393 સાંસદોએ આ મુદ્દાના સમર્થનમાં જ્યારે 226 સભ્યોએ મુદ્દાના વિરોધમાં મતદાન કર્યું હતું.

સમલૈંગિકોને ફાંસી

દુનિયાના 5 રાષ્ટ્રોમાં સમલૈંગિકો માટે ફાંસીની સજા નક્કી કરવામાં આવી છે. જેમાં ઈરાન, મોરીટાનિયા, સાઉદી આરબ, સુડાન અને યમનનો સમાવેશ થાય છે. નાઇજીરિયા અને સોમાલિયાના કેટલાંક ભાગમાં મોતની સજા આપવામાં આવે છે.

ભારતમાં સ્થિતિ

ભારતમાં વર્ષ 2016ના આંકડા અનુસાર ૨૫ લાખથી વધારે પુરુષોને સમલૈંગિકની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, ભારતમાં સૌ પ્રથમ સમલૈંગિક વિવાહ છત્તીસગઢના સરગુજા જિલ્લા હોસ્પિટલની નર્સ અને અન્ય એક યુવતીએ કર્યા હતા. બંનેએ વૈદિક રીતે તા.27 માર્ચ 2001ના રોજ સમારોહ યોજીને લગ્ન કર્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2009માં આઇપીએસની કલમ 377 અંતર્ગત સમલૈંગિકતાને ગુનામુક્ત કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્ણયને ફેરવીને કલમ 377 યથાવત્ રાખી હતી. ક્યુરેટિવ પિટિશનમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2011 અને જાન્યુઆરી 2014ની અરજી પર આપેલા નિર્ણય પડકાર્યો હતો. તા. 6 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં અંદરોઅંદરની સમજૂતીથી સમલૈંગિક સંબંધોને ગુનાના દાયરાથી બહાર કરી દીધો હતો.

મહત્વપૂર્ણ તથ્ય

વર્ષ 1979 બાદ ઈરાનમાં લગભગ 4,000થી પણ વધારે સમલૈંગિકને ફાંસી આપી દેવામાં આવી હતી. વર્ષ 2005માં 14 મહિનાની કેદ અને અત્યાચાર બાદ કિશોરોને ફાંસી આપવા પર દુનિયાભરમાંથી સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સમલૈંગિકો દર વર્ષે જૂન મહિનામાં ગૌરવ પરેડનું આયોજન કરે છે. વર્ષ ૧૯૬૯માં ન્યૂયોર્કમાં એવી એક પરેડ દરમિયાન હંગામો થઈ ગયો હતો. જેની સ્મૃતિમાં આ પરેડનું આયોજન કરવામાં આવે છે.

મોટા પદ પર રહેલા સમલૈંગિક લોકો

– ર્સિબયાના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝેન્ડર વુચિચે જૂન 2017માં સમલૈંગિક એના બેન્નાબિચને દેશના વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રૂઢિવાદી દેશ ર્સિબયામાં આ પગલાંને વિરાટ સાહસ માનવામાં આવે છે. 41 વર્ષની બેન્રાબિચે ઇંગ્લેન્ડની હલ યુનિર્વિસટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. અમેરિકામાંથી વર્ષ ૨૦૦૧માં માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તે બાલ્કન દેશની પ્રથમ સમલૈંગિક વડા પ્રધાન છે. તેને દેશની પ્રથમ મહિલા સમલૈંગિક મંત્રી માનવામાં આવે છે. તેમની પાસે લોકપ્રશાસન મંત્રાલયની જવાબદારી છે.

આયરલેન્ડના લિયો વરાડકર

મૂળ ભારતના 38 વર્ષીય લિયો વરાડકરે પોતે આયરલેન્ડ મીડિયા સામે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, પોતે સમલૈંગિક છે. તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. વરાડકરના પીએમ બનવા પર તેમના પરિવારને સેલિબ્રેશન કર્યું હતું. આયરલેન્ડમાં સમલૈંગિક લગ્ન પર માન્ય છે જ્યારે લિયો આ દિશામાં સુધારા કરવા માટે કામ કરી રહ્યાં છે.

– લઝમબર્ગના 44 વર્ષીય વડા પ્રધાન જેવિયર બેટેલે વર્ષ 2015માં પોતાના સમલૈંગિક પાર્ટનર ગોથર ડેસ્ટેની સાથે વિવાહ કર્યા હતા. બેટેલ સમલૈંગિક લગ્ન કરનાર યુરોપિયન યુનિયનના પ્રથમ લીડર હતા. બેટેલ બીજા વડા પ્રધાન છે જેણે પોતાના ગે પાર્ટનર સાથે લગ્ન કર્યા છે.

– આઇસલેન્ડના વડા પ્રધાન જોહાના પ્રથમ સમલૈંગિક વડા પ્રધાનઃ ફેબ્રુઆરી વર્ષ 2009માં જોહાના આઇસલેન્ડના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.

આઇસલેન્ડના વડા પ્રધાન સિગુર્દારદોત્તીર કદાય દુનિયાના પ્રથમ એવા વડા પ્રધાન હશે જેણે વર્ષ 2010માં એક સમલૈંગિક સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 2010માં જ્યારે તેઓ 60 વર્ષના હતા ત્યારે તેણે સમલૈંગિકતાનો કાયદા લાગુ થયા બાદ એક લાંબા સમય પછી પોતાના પાર્ટનર યોનીના લિયોસત્તોર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

– કોલંબિયામાં ટ્રિપલ મેરેજઃ જૂન 2017માં કોલંબિયામાં ત્રણ ગેએ લગ્ન કરી લીધા અને આ લગ્નને કાયદાકીય માન્યતાઓ પણ આપવામાં આવી હતી. આ ત્રણેય ગેમાંથી એક અભિનેતા,શિક્ષક અને ત્રીજો મિત્ર પત્રકાર હતો.