The LCB arrested six people in connection with a body found on the Viramgam-Malvan highway
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઉજ્જૈનનાં જ્યોતિષે અમદાવાદના ભૂવાની પત્નીના 20 વર્ષ જૂના લફડાનો કર્યો પર્દાફાશ પછી…

ઉજ્જૈનનાં જ્યોતિષે અમદાવાદના ભૂવાની પત્નીના 20 વર્ષ જૂના લફડાનો કર્યો પર્દાફાશ પછી…

 | 6:04 pm IST
  • Share

ભુવાજી પરિવાર સાથે ઉજૈન ફરવા ગયા અને જ્યોતિષે ભુવાનો હાથ જોઈ કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજીએ મિત્રો સાથે મળી પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુખ્ય આરોપી સહીત છ હત્યારોની ધરપકડ કરી છે.

ઘટનાની શરૂવાતની વાત કરીએ તો ગત તારીખ 06/11/2020ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે, એક અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ વિરમગામ-માલવણ હાઇવે પરના નર્મદા કેનાલમાં મળી આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ મેસેજના આધારે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સૌથી પહેલા મૃતક કોણ છે એ તપાસમાં લાગી ગઈ હતી. ત્યારે જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમો પણ તપાસમાં લાગી ગઈ હતી કે, આ મૃતક કોણ છે?

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતક ભાવનગરના કરદેજ ગામનો વતની છે જેનું નામ રાજુ હાડા છે અને કરિયાણાની દુકાન ધરાવે છે. ત્યારે પોલીસને શંકા ગઈ કે મૃતક રાજુ હાડાનો મૃતદેહ અહીંયા આખરે કઈ રીતે આવ્યો અને LCBએ મૃતકના પરિવારની તપાસ કરતા માલુમ થયું હતું કે, ગત તારીખ 29/10/2020 ના રોજ મૃતક રાજુ હાડા પોતાના સસરાની તબિયત પૂછવા માટે મોટરસાઇકલ લઇને આણંદના ભેટાસી ગામ ખાતે ગયા હતા. અને 1/11/2020 ના રોજ સવારે પોતાના ઘરે ભાવનગરના કદરેજ ખાતે જવા નીકળ્યા હતા પણ સાંજ સુધી પરત ના આવતા સાસરિયા પક્ષ તરફથી ગુમ થયાની ફરિયાદ આણંદના આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી માટે સૌથી મોટો સવાલ એ હતો કે આખરે મૃતક રાજુ હાડાની હત્યા કોણે અને ક્યાં સંજોગોમાં કરવામાં આવી છે.

એલસીબીએ તપાસ વધુ તેજ કરી અને એક મહત્વની કડી હાથ લાગી હતી કે, મૃતકનું મોસાળ પણ આણંદના આંકલાવ ગામમાં જ છે અને બાળપણથી લઈને યુવાની સુધી વધુ અવરજવર રહેતી હતી. ત્યારે જ મૃતક રાજુ હાડાને પહેલો પ્રેમ મીનાબેન ઉર્ફે મઠી ભરવાડ સાથે થયો હતો. અને આ પ્રેમના કારણે જ હત્યા થઇ છે અને આ હત્યા અન્ય કોઈ નહિ પણ પૂર્વ પ્રેમિકાના પતિ શેલા ભરવાડ, સાળા દોલા ભરવાડ, મિત્ર ભરત ભરવાડ સહીતના છ લોકોએ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી ભુવાજી શેલા ભરવાડ, સાળા દોલા ભરવાડ, મિત્ર ભરત ભરવાડ, મિત્ર મહેશ ભરવાડ, મિત્ર રમેશ તુસાવડા અને મિત્ર પ્રતીક શેટ્ટીનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા માલુમ થયું હતું કે, ભુવાજી શેલા ભરવાડ પોતાના મિત્રો સાથે જન્માષ્ટમી વખતે ઉજૈન ખાતે ફરવા ગયા હતા ત્યારે એક અઘોરી બાબાએ ભુવાજી શેલા ભરવાડની હસ્તરેખા જોઈ હતી. જેમાં અઘોરી બાબાએ શેલા ભરવાડને કહ્યું હતું કે, તારી સ્વરૂપવાન પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા. આ વાત સાંભળી ભુવાજી શેલા ભરવાડના પગતળીએથી જમીન ખસકી ગઈ હતી અને ભુવાજી શેલા ભરવાડએ એક રાત્રિએ પોતાની પત્નીને બોલાવી કહ્યું કે આપડે બંનેએ માતાજીમય થઇ જવાનું છે. તારો જે કંઈ ભૂતકાળ છે એ તું મને કહી દે હું પણ મારો તમામ ભૂતકાળ કહી દવ છું. આ વાત થતાની સાથે જ ભુવાજી શેલા ભરવાડની પત્ની મીના ઉર્ફે મઠી ભરવાડે પોતાના પહેલા પ્રેમીની તમામ કબૂલાત કરી હતી. જેમાં તેનો પહેલો પ્રેમી રાજુ હાડા હોવાનું કહ્યું હતું અને આ વાત ભુવાજી શેલા ભરવાડે પોતાના સાળા દોલા ભરવાડને કરી ને કહ્યું કે, મારે તારી બહેન સાથે હવે લગ્ન સબંધ નથી રાખવા ત્યારે સાળા દોલા ભરવાડે કહ્યું કે, ચાર ચાર બાળકો છે હવે આ ન કરો તો વધુ સારું ત્યારે ભુવાજી શેલા ભરવાડે કહ્યું, તો મારે રાજુ હાડાની હત્યા કરવી છે તારે મને મદદ કરવી પડશે અને બસ આ વાત સંભાળી ભુવાજી શેલા ભરવાડે પત્નીના પૂર્વ પ્રેમીનું હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

મૃતક રાજુ હાડા અને આરોપી ભુવાજી શેલા ભરવાડના પરિવામાં ચાર બાળકો છે ત્યારે આ એક ઘટનાની 6 પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરી વધુ તાપસ શરુ કરી છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના કાળમાં બેફામ બન્યા લાંચિયા અધિકારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન