પંચાયત તથા પાલિકાઓમાં શાસક પક્ષનાં નેતાની વરણી ન થઈ શકી - Sandesh
  • Home
  • Bhuj
  • પંચાયત તથા પાલિકાઓમાં શાસક પક્ષનાં નેતાની વરણી ન થઈ શકી

પંચાયત તથા પાલિકાઓમાં શાસક પક્ષનાં નેતાની વરણી ન થઈ શકી

 | 2:00 am IST

જિલ્લા ભાજપમાં સંગઠનમાં અગાઉ કયારે નબળી નેતાગીરી ન હતી તેવી નબળી નેતાગીરી હાલ જોવા મળી રહી છે અને તેમનામાં સંપૂર્ણ પણે નિર્ણયશક્તિાનો અભાવ હોતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓમાં હજુ સુધી શાસક પક્ષનાં નેતાની નિયુક્તિ થઈ શકી નથી.
દેશમાં સૌથી વધુ કાર્યકરોેની ફોજ ધરાવતી હોવાનો દાવો કરતા ભાજપનાં કચ્છ સંગઠન એકમમાં હાલે કાર્યકરો અને નેતાઓમાં તાલુકા કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી જબરો જૂથવાદ જોવા મળી રહ્યો છે તેવું ખુદ પક્ષનાં સિનિયર નેતાઓ જ માની રહ્યા છે અને તે જૂથવાદ અને ટાંટિયાખેંચની ચાલી રહેલી રમત માટે ખુદ હાલનાં પક્ષનાં નેતાઓ જ જવાબદાર છે. જિલ્લા ભાજપ સંગઠનાં અગ્રણી પદાધિકારીઓમાં નિર્ણય લેવાની શક્તિ હણાઈ ગઈ હોય તેવો ગેરવહીવટ પક્ષમાં ચાલતા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત તથા ૬ નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર હોવા છતાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ સહિતનાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયાને ત્રણ માસ ઉપરાંતનો સમય વીતવા છતાં આજ દિવસ સુધી પંચાયત તથા નગરપાલિકામાં શાસક પક્ષનાં નેતાની વરણીની પ્રક્રિયા ન કરાતાં પક્ષનાં કાર્યકરો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનાં સભ્યોમાં નારાજગી વધી રહી છે.
કચ્છ ભાજપમાં હાલે ચાલી રહેલા જૂથવાદ અને સ્થાનિક નબળી નેતાગીરી અંગે પ્રદેશ ભાજપનાં નેતાઓ સારી પેઠે વાકેફ છેે અને તેમની સમક્ષ સતત રજૂઆતો અને તે અંગેનો રિપોર્ટ કરવા છતાં તે નેતાઓને કચ્છ ભાજપનાં સંગઠનમાં કોઈ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે. હાલે પક્ષમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યો વચ્ચે જે પ્રમાણે નારાજગી વકરી રહી છે તે માટે જિલ્લા ભાજપ સંગઠન સાથે પ્રદેશ ભાજપની નેતાગીરી પણ જવાબદાર હોવાનું સિનિયર કાર્યકરો માની રહ્યા છે.