દુનિયાના કયા દેશ પાસે કેટલો 'મોતનો સામાન', ભારત-પાક.નો નંબર જાણી ચોંકી જશો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુનિયાના કયા દેશ પાસે કેટલો ‘મોતનો સામાન’, ભારત-પાક.નો નંબર જાણી ચોંકી જશો

દુનિયાના કયા દેશ પાસે કેટલો ‘મોતનો સામાન’, ભારત-પાક.નો નંબર જાણી ચોંકી જશો

 | 8:40 am IST

એશિયાની ત્રણ મોટી સૈન્ય શક્તિઓ ચીન, ભારત, અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોના જખીરામાં વધારો કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી)ના તાજા રિપોર્ટ અનુસાર એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાના ન્યુક્લિઅર વેપન ડિલિવરી સિસ્ટમને પુખ્તા કરી નથી પરંતુ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી છે. આ દેશોમાં હવે ઉન્નત અને નાના પરમાણુ હથિયારોના વિકાસ પર જોર આપી રહી છે. પરમાણુ હથિયારોની કુલ સંખ્યાના કેસમાં પાકિસ્તાન હજુ પણ ભારતથી આગળ છે.

સીપરીના મતે એશિયા મહાદ્વીપમાં આ ઝડપથી એવા સમય પર આવ્યા છે જ્યારે પશ્ચિમી દેશોમાં પરમાણુ હથિયારોને લઇ સ્થિરતા છે. સોમવારના રોજ રજૂ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા આ વર્ષે વધીને 280 થઇ ગઇ છે. જે ગયા વર્ષે 270 હતી. આપને જણાવી દઇએ કે ચીને ગયા વર્ષે પોતાની સેના પર 228 અબજ ડોલર ખર્ચ કર્યા હતા જે અમેરિકાના 610 અબજ ડોલર બાદ સૌથી વધુ છે.

રિપોર્ટમાં કહ્યું છે કે બે દુશ્મન રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે. આ બંને દેશોએ પરમાણુ હથિયારો માટે જમીન, હવા, તથા સમુદ્રમાંથી છોડાતી મિસાઇલોનો વિકાસ તેજ કરી દીધો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના જખીરા(ઢગલા)માં 10-10 પરમાણુ હથિયાર વધારી દીધા છે.

રૂસ અને અમેરિકાએ ઘટાડ્યા પરમાણુ હથિયાર
સીપરીના મતે ભારતની પાસે અત્યારે 130 થી 140 અને પાકિસ્તાન પાસે 140 થી 150 પરમાણુ હથિયાર છે. જો કે કોઇપણ પરમાણુ હથિયાર મિસાઇલોમાં લગાવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની નીતિનું પાલન કરે છે. આ બધાથી ઉલટું અન્ય પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રોએ કા તો વારહેડની સંખ્યા ઘટાડી છે અથવા તેમણે સ્થિર રાખી છે. અમેરિકાએ પોતાન પરમાણુ હથિયારોની સંખ્યા 6800થી ઘટાડી 6480 કરી દીધી છે.

આ રીતે રૂસ એ પણ પરમાણુ હથિયારોની સંખ્યાને 7000થી ઓછા કરીને 6850 કરી દીધા છે. રિપોર્ટમાં કહ્યું છે કે આખી દુનિયાના નવ પરમાણુ હથિયાર સંપન્ન દેશોની પાસે અત્યારે 14465 વારહેડ છે. આ આંકડો ગયા વર્ષે 14935 હતો. તેમાંથી 92 ટકા હથિયાર રૂસ અને અમેરિકાની પાસે છે. તાજેતરમાં જ અમેરિકાની સાથે વાતચીતના ટેબલ પર આવનાર ઉત્તર કોરિયાની પાસે 10 થી 20 ન્યુક્લિઅર વેપન હોવાનો અંદાજ છે.

સીપરીના ગવર્નિંગ બોર્ડના ચેરમેન જેન ઇલિસન કહે છે કે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરવા પ્રત્યેનું વધતું ફોકસ ખૂબ જ ચિંતાજનરક ટ્રેન્ડ છે. આજે દુનિયાને પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રથી પરમાણુ હથિયાર નિરસ્ત્રીકરણની તરફ વધવા માટે એક પ્રભાવકારી, કાયદાકીય રીતે બાધ્યકારી પ્રક્રિયાની જરૂર છે. ભારત અંગે સિપરીએ કહ્યું કે હથિયારોની ખરીદીના બાબતમાં આ દેશ હજુ પણ ટોચ પર બનેલો છે. આપને જણાવી દઇએ કે ભારત રક્ષા પર ખર્ચ કરનાર દુનિયાનો 5મો સૌથી મોટો દેશ છે.

‘પરમાણુ બોમ્બ બનાવા સિવાય ભારતની પાસે કોઇ વિકલ્પ નથી’
બીજીબાજુ રક્ષા સૂત્રોએ કહ્યું છેકે ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારતની પાસે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરવા સિવાય બીજો કોઇ ચારો નથી જે વિશ્વસનીય છે અને જવાબી કાર્યવાહીમાં દુશ્મનને વ્યાપક ક્ષતિ પહોંચાડવામાં સક્ષમ હોય.

તેમણે કહ્યું કે વારહેડની સંખ્યા અગત્યતા ધરાવતું નથી. પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાની ભારતની ઘોષણા નીતિના લીધે ભારત પોતાના હથિયારોની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવા માંગે છે. આ સિવાય ભારત સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા માટે ન્યુક્લિઅર કમાન્ડ, કંટ્રોલ, અને કોમ્યુનિકેશન પ્રણાલીને મજબૂત કરી રહ્યું છે.

પાકિસ્તાનની પરમાણુ નીતિ અસ્પષ્ટ
ભારતના વિપરીત પાકિસ્તાને જાણી જોઇ પોતાની પરમાણુ નીતિને અસ્પષ્ટ રાખી છે. પાકિસ્તાનનો ઉદ્દેશ પરમાણુ ધમકી આપીને ભારતને કોઇપણ પ્રકારના પરંપરાગત સૈન્ય પગલાંને ઉઠાવાથી રોકવાના છે. જ્યારે તેઓ ભારતને સતત ઉશ્કેરતા રહ્યા છે. પાકિસ્તાન પોતાના ખુશાબ પરમાણુ પરિસરને ચીનની મદદથી વિકસિત કરી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે ભારત માટે પરમાણુ હથિયાર યુદ્ધ લડવાનું હથિયાર નથી. પરંતુ આપણને ન્યૂનતમ પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની જરૂરિયાત છે જેથી કરીને હુમલો કરવા પર દુશ્મનને ખૂબ ક્ષતિ પહોંચી શકે. એવો અંદાજો છે કે ભારતના પરમાણુ હથિયારોની સંખ્યા આવનારા દાયકા સુધીમાં 200 સુધી પહોંચી જશે. ભારત ટૂંક સમયમાં જ પોતાની પહેલી આંતરમહાદ્વીપીય મિસાઇલ અગ્નિ પાંચને સેનમાં સામેલ કરવા જઇ રહ્યું છે જેની મારક ક્ષમતા 5000 કિલોમીટર છે. આ ચીનના કોઇપણ શહેરને નિશાન બનાવામાં સક્ષમ છે.