Video : કેમિકલયુક્ત પાણીથી વડોદરાની આસપાસના ગામવાસીઓનું જીવન મુકાયુ જોખમમાં - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : કેમિકલયુક્ત પાણીથી વડોદરાની આસપાસના ગામવાસીઓનું જીવન મુકાયુ જોખમમાં

Video : કેમિકલયુક્ત પાણીથી વડોદરાની આસપાસના ગામવાસીઓનું જીવન મુકાયુ જોખમમાં

 | 3:58 pm IST

ગુજરાતભરમાં મોટાભાગ ગામો અને શહેરોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગરમીનો પારો ઉપર ચઢી રહ્યો છે. ત્યારે લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. વડોદરાની આસપાસના 9 ગામને પીવાના પાણી માટે 3 થી 5 કિલોમીટર દુર જવું પડે છે. ગામમાં ભૂગર્ભ જળ તો પુષ્કળ માત્રામાં છે, પરંતુ કેમિકલ વાળું અને દુષિત છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલ કંપનીઓ ખુલ્લામાં કેમિકલ છોડતા દૂષિત પાણી કૂવાઓ અને બોરિંગમાં આવે છે.

ગુજરાત રાજ્યમાં ચારેતરફ પાણીનો પોકાર છે. એવામાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં તો સૌથી વિકટ પરિસ્થિતી છે. વડોદરાના આસપાસના ગામો ભૂગર્ભ જળ દૂષિત થઇ ગયું છે અને બીજો કોઈ એવો વિકલ્પ નથી. જ્યાંથી પીવાનું પાણી ગામવાસીઓને મળી શકે?. હાલ તો ગામના લોકોને દૂર દૂરથી પીવાનું પાણી લાવે છે. તે પણ જીવના જોખમે રેલ્વે લાઈન ક્રોસ કરીને લોકો જવું પડે છે, અહી નજીકમાં આવેલી નંદેસરી, અનગઢ, દશરથ, શેરખી,જેવા ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે.

કેમિકલવાળા બોરિંગના પાણીથી ખેતી પણ પૂર્ણ થઈ ગઈ છે. નંદેસરીમાં મોટા પાયે કેમિકલ ઉદ્યોગો આવેલા છે. જે ફેક્ટરીઓના પ્રદૂષિત પાણી નદી અને નાળામાં આવી જતા પીવા લાયક પાણી બચ્યું નથી. અહી સરકારી નળ પણ નથી. જેથી ગામના લોકોને ભૂગર્ભ જળ પર આશા મંડાઈ છે પરંતુ ભૂગર્ભ જળ શુધ્ધ આવવાની જગ્યાએ કેમિકલ યુક્ત લાલ અને પીળું આવી રહ્યું છે. સવાર પડતા જ તાલુકાના 9 ગામોના લોકો પાણીની ચિંતામાં પડી જાય છે. વહેલી પરોઢિયે મહિલાઓ અને વૃદ્વો પાણી લેવા માટે 3 થી 5 કિલોમીટર દૂર જવા માટે મજબુર બને છે. અહીના ગામોમાં મહેમાન આવે તો કોઈ પાણીનું પણ પૂછતું નથી.