The logic that the corona would be extinct in the heat went wrong, a new global equation came up
  • Home
  • Corona live
  • ગુજરાતમાં જીવલેણ કોરોનાનો હવે આવશે અંત! આકાશમાં કાળા ડિબાંગ વાદળો-ભેજ જાણો કેવી રીતે બોલાવશે ખાતમો

ગુજરાતમાં જીવલેણ કોરોનાનો હવે આવશે અંત! આકાશમાં કાળા ડિબાંગ વાદળો-ભેજ જાણો કેવી રીતે બોલાવશે ખાતમો

 | 9:27 am IST

નોવેલ કોરોના વાઈરસનો મુકાબલો કરવા માટે વિશ્વભરમાં લેબોરેટરી ટેસ્ટ થઈ રહ્યા છે. રોજે રોજ વૈજ્ઞાનિક સમીકરણો સામે આવી રહ્યા છે. તબીબ જગતમાં વાઈરસના મારણ માટેના તર્કો અને અભિપ્રાયો બદલાઈ રહયાં છે. તેવામાં વૈશ્વીક પ્લેટફોમ ઉપર એક નવું સમીકરણ સામે આવ્યું છે હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ હ્યુમિડીટી,

કોવિડ 19 વાઈરસે જાન્યુઆરીના અંતમાં જયારે ભારતમાં એન્ટ્રી લીધી હતી ત્યારે એવા દાવા થયાં હતા કે 35 ડિગ્રીથી વધુ ઉષ્ણતામાનમાં વાઈરસનો ખાત્મો બોલાઈ જાય છે પરંતુ ગુરુવારે લગભગ 42 ડિગ્રીના પ્રકોપ સાથે ગુજરાતની ધરતી ધગધગી રહી છે. આમ છતાં પણ કોરોના વાઈરસનો નાશ થવાના બદલે વધુ આક્રમક રીતે ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ પ્રમાણે કોરોનાના સુક્ષ્મ વાઈરસ 56 ડિગ્રી ઉષ્ણતામાન સુધી જીવંત રહી શકે છે અને હવે એક નવી થીયરી સામે આવી છે જુન મહિનાના અંતમાં ઋતુચક્ર બદલાશે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને વાતાવરણમાં 70 ટકાથી વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધશે ત્યારે વાઈરસ નાશ પામશે.

આપણે જેને કોરોના તરીકે ઓળખીએ છીએ તે કોઈ એક વાઈરસ નથી પરંતુ વાઈરસનો સમુહ છે. જેમાં ઘણાં પ્રકારના વાઈરસ છે આમા એક નવા વાઈરસનો ઉમેરો થયો છે છેલ્લે સાર્સ વૈશ્વીકરુપે ફેલાયો હતો.

નિષ્ણાંતોના મતે વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં દસ્તક આપી હતી ત્યારે એવો વૈજ્ઞાનિક તર્ક હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ 35 ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં સરેરાશ 42 ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.

લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર 56 ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ 70 ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે.

મોં લુ રાખી નાસ લેતા રક્ષણ મળે: ડો. ભરત મોદી

કોરોનાના ઈલાજ માટે સારવાર પધ્ધતીમાં માઈક્રો પ્લાનિંગ સાથે સુધારો કરનારા વડોદરાના 13 ડોકટરો પૈકીના એક સિનિયર ડોકટર ભરત મોદીએ એવી પ્રતિક્રીયા આપી છે કે, કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઘરગથ્થુ ઈલાજ છે નાસ જે અકસીર છે ઉષ્ણતામાન અને ભેજના મિશ્રણવાળી ગરમ વરાળ મો ખુલ્લુ કરીને ગળા સુધી મહેસુસ કરવાથી વાઈરસ ઘટતા જાય છે અને અંતે મનુષ્ય સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. અને વિશ્વએ આ ઘરગથ્થુ નુસ્ખાને સ્વીકાર્યો છે. ડો. મોદીનું ભાર પૂર્વક કહેવું છે કે, કોરોના સામે રક્ષણ મેળવવા માટે પરીવારના દરેક સભ્યો રોજે રોજ ત્રણ વખત નાસ લેવાની ટેવ પાડે,

15મી જૂન સુધી હવામાનમાં ભેજનું પ્રમાણ 70 ટકાથી ઊંચુ જશે

હવામાં ભેજનું પ્રમાણે 70 ટકાથી વધુ કયારે થઈ શકે છે તે અંગે આણંદના હવામાન શાસ્ત્ર વિદ્યાપીઠના નિવૃત્ત પ્રાધ્યાપક ડો. વ્યાસ પાંડેએ જણાવ્યુ હતુ કે, સામાન્ય સંજોગોમાં 15મી જૂન પછી હવામાં ભેજનું પ્રમાણ વધી શકે છે. હાલની આબોહવા પ્રમાણે તા. 31મી પછી ગુજરાત રાજયમાં વરસાદના છુટાછવાયા ઝાપટાની વકી છે. ઓછામાં ઓછા વરસાદના બે ઝાપટાં પડયા પછી જ હવામાનમાં ભેજનું પ્રમાણ 70 ટકાથી ઉંચુ જશે.

મોંની અંદર ગળાની પાછળની દિવાલમાં કોરોના માળો બનાવે છે

ટેસ્ટિંગમાં બહાર આવ્યું છેકે મનુષ્યના મ્હોમાં ગળાની પાછળની દિવાલ જેને મેડિકલ ભાષામાં ઓરો ફેરીંક્ષ કહેવાય છે. નાક અને મો વાટે શરીરમાં પ્રવેશ કરતાં કોરોના વાઈરસ ગળાના ભાગે મ્હો ખોલતા જીભના પાછળના ભાગમાં દેખાતી દિવાલ ઉપર માળો બનાવે છે. શરીરમાં વાઈરસની સંખ્યા વધતા વાર લાગતી નથી. વાઈરસનો સમૂહ ફેંફસા તરફ આગળ વધે છે આખરે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે લોહીમા ક્લોટિંગ થવાના કારણે મૃત્યુ પામે છે.

જુઓ આ પણ વીડિયો: કુંવરજી બાવળિયાએ પાદરા ખાતે નર્મદા હેડ વર્ક્સ ફિલ્ટર પ્લાન્ટની લીધી મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન