The Male Dead Body Rolled down the car
  • Home
  • Featured
  • ડ્રાઈવર છેક મહારાષ્ટ્રથી ગુજરાત લાશને કાર નીચે ઢસડી લાવ્યો, લાશ અડધી થઈ ગઈ

ડ્રાઈવર છેક મહારાષ્ટ્રથી ગુજરાત લાશને કાર નીચે ઢસડી લાવ્યો, લાશ અડધી થઈ ગઈ

 | 12:25 am IST

દક્ષિણ ગુજરાતમાં વલસાડના સંજાણ નજીક એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે. અહીં એક વાહન ચાલકની ગંભીર બેદરકારી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ બેદરકાર કાર ચાલકે એક અજાણી લાશ પરથી જાણી જોઈને ગાડી ચલાવી હતી. ત્યાર બાદ તે આ અજાણી લાશને થોડી ઘણી નહીં પણ 6 કિલોમીટર સુધી ઢસડી લાવ્યો હતો. જેના કારણે લાશ રોડ સાથે ઘસાઈને અડધી થઈ ગઈ હતી.

ચોંકાવનારી બાબત એ હતી કે જે કારની નીચે અજાણ્યા લાશ ઢસડાઈ રહી હતી તેમાં 7 મહિલાઓ સવાર હતી. આ બિહામણું દ્રશ્ય કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુંસાર દક્ષિણ ગુજરાતમાં વલસાડના સંજાણ નજીક મહારાષ્ટ્રનું પાર્સિંગ ધરાવતી ઈનોવા કાર કે જેનો નંબર MH-05 DB-6105 હતો. આ કારની નીચે એક લાશ ઢસડાતી જોવા મળી હતી. સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા પોલીસે ઈનોવા કારના ચાલકની પુછપરછ હાથ ધરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના આમગામ નજીક એક રોડ અકસ્માત થયો હતો. જેમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ રસ્તા પર આવી ગઈ હતી.

 ત્યાંથી પસાર થયેલી MH-05 DB-6105 નંબરની ઈનોવા કારના ચાલકે જાણીજોઈને આ લાશ પર કાર ચલાવી હતી. પરિણામે લાશ કારની નીચે ભરાઈ ગઈ હતી. આ લાશ 6 કિલોમીટર સુધી કારની નીચે રોડ સાથે ઢસડાતી રહી. લાશના લોથરે લોથરા ઉડી ગયા હતાં.  રોડ સાથે લાંબા અંતર સુધી ઢસડાવવાના કારણે લાશ અડધી અને અત્યંત બિહામણી થઈ ગઈ હતી. આ લાશ કોઈ પુરૂષની હોવાનું જાણવા મળ્યું હતું. આમ કાર એક અજાણી લાશને મહારાષ્ટ્રમાંથી છેક ગુજરાતની સરહદ સુધી જાણ હોવા છતાંયે ઢસડી લાવ્યો હતો.

આખરે સંજાણ નજીક સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા પોલીસે કાર ચાલકને અટકાવ્યો હતો. લાશને લઈને તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેનાં તેણે કબુલ કર્યું હતું કે, તેને જાણી જોઈને લાશ પરથી કાર ચલાવી હતી. જેના કારણે લાશ ઢસડાઈને છેક અહીં સુધી આવી ગઈ હતી. પોલીસે બેજવાબદાર કાર ચાલક સામે તપાસ હાથ ધરી છે.

આ કારમાં ડ્રાઈવર ઉપરાંત 7 મહિલાઓ મુસાફરી કરી રહી હતી. શું તેમને આ વાતની જાણ હતી કે કેમ તે દિશામાં ખુલાસા થઈ શકે છે. સમગ્ર ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી હતી. લાશ ઢસડાઈને અત્યંત બિહામણી થઈ ગઈ હતી.