The man who threatened to Aditya Thackeray was caught from Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આદિત્ય ઠાકરેને મારી નાખવાની ધમકી આપનાર સુરતથી ઝડપાયો, ‘આઇ વિલ કિલ યૂનો’ મેસેજ લખ્યો હતો…

આદિત્ય ઠાકરેને મારી નાખવાની ધમકી આપનાર સુરતથી ઝડપાયો, ‘આઇ વિલ કિલ યૂનો’ મેસેજ લખ્યો હતો…

 | 8:52 am IST
  • Share

મહારાષ્ટ્ર શિવસેનાના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને ટેક્સ્ટ મેસેજ ઉપર આઇ વિલ કિલ યૂનો મેસેજ લખી ધમકી આપનાર જલગાંવના યુવાનને સુરત પોલીસે રેલવે સ્ટેશન નજીક આયુર્વેદિક ગરનાળા પાસેથી ઝડપી લઇ મુંબઇ પોલીસને સોંપ્યો હતો. બી.એસ.સી. કરનાર આ યુવાનને ઓ.બી.સી. વિદ્યાર્થી તરીકે મળતી ૪૫૦૦ની સ્કોલરશિપ દોઢ વર્ષ થવા છતાં નહિ મળી હોવાથી યુવાન આદિત્ય ઠાકરેને રજૂઆત કરવા મુંબઇ પહોંચ્યો હતો, પરંતુ મુલાકાત નહિ મળતાં એસ.એમ.એસ કરી ધમકી આપી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ મંગળવારે સુરત રેલવે સ્ટેશને દોડી ગઇ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં આરોગ્યમંત્રી આદિત્ય ઠાકરેને જીસ્જી આવ્યો હતો, જેમાં આઇ વિલ કિલ યૂ લખી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જે નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો તે નંબર સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં લોકેટ થતો હોઇ સુરત પોલીસને એલર્ટ કરાઇ હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચે આયુર્વેદિક ગરનાળા પાસેથી ૨૩ વર્ષીય ધનંજય ગોકુલ નિકમને ઝડપી લીધો હતો. મુંબઇ પોલીસ પણ ઉતાવળે પહોંચી હોઇ તેને સોંપી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન