the market unique fashion Asymmetric jeans Jeans , the price will be visible wide
  • Home
  • Featured
  • બજારમાં આવી જીન્સની અનોખી ફેશન, કિંમત જાણી આંખો થઇ જશે પહોળી

બજારમાં આવી જીન્સની અનોખી ફેશન, કિંમત જાણી આંખો થઇ જશે પહોળી

 | 9:53 am IST

ગત વર્ષે જીન્સની અજીબો ગરીબ ફેશન ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વર્ષ 2019માં પણ એક અનોખી ફેશન જોવા મળી. જે સોશિયલ મીડિયા પર આ દિવસો ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. ડિઝાઇનને લઇને આ જીન્સ માર્કેટમાં આવતા જ છવાઇ ગઇ છે. પરંતુ તેની કિંમતને લઇને તે ચર્ચાનો વિષય બની ગઇ છે. આવો જાણીએ આ જીન્સ અંગે વધુ..

આ જીન્સ ફેશન ડિઝાઇનર કસેનિયા શનાઇડર ના પ્રી ફોલ 2019ના કલેક્શનથી છે. આ જીન્સના એક પગને સ્ટ્રેટ ફિટ તો બીજા પગ વાઇડ ફ્લેયર સ્ટાઇલમાં છે. તમને મજાક લાગી રહી હશે પરંતુ તે બિલકુલ સાચુ છે. ડિઝાઇનરે આ જીન્સનું નામ રાખ્યું છે Asymmetric jeans, જેનો મતલબ છે જેમા કોઇ સમાનતા ન હોય આ વાતનો અંદાજો તમને જીન્સ જોઇને આવી જશે.

જણાવી દઇએ કે આ જીન્સની કિંમત 290 યૂરો છે જે ભારતીય કરન્સીના હિસાબથી 26537 રૂપિયા છે. ગત વર્ષે પણ એક જીન્સ ખૂબ વાયરલ થઇ હતી જેનુ નામ એક્સટ્રીમ કટ આઉટ જીન્સ. આ જીન્સને લૉસ એન્જલેસના ડેનિમ કારમને ડિઝાઇન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન