The marriage of the great Ghazalkar Gulzar lasted only one year
  • Home
  • Photo Gallery
  • મહાન ગઝલકાર ગુલઝારનાં લગ્ન એક જ વર્ષ ટક્યાં હતા, રાખી સાથે આ વાતોને લઈ થતો વારંવાર ઝઘડો

મહાન ગઝલકાર ગુલઝારનાં લગ્ન એક જ વર્ષ ટક્યાં હતા, રાખી સાથે આ વાતોને લઈ થતો વારંવાર ઝઘડો

 | 10:21 am IST

બોલિવૂડમાં ગુલઝારના શબ્દોનો જાદુ કહી જાય છે. હોઠ પર તેમનું નામ લેતા જ તેમના લખેલા ગીત, કવિતાઓ અને ગઝલો યાદ આવવા લાગે છે. આજ તે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. તેમનો જન્મ 18 ઓગષ્ટે થયો હતો. ગુલઝારનું રિયલ નામ સંપૂર્ણ સિંહ કાલરા છે.

એક સમય હતો જ્યારે રાખી અને ગુલઝારનું અફેરની ચર્ચાઓ બોલિવૂડમાં થતી હતી. બંનેએ લગ્ન કર્યાં પરંતુ તેઓ એક બીજા સાથે વધારે દિવસ ન રહી શક્યા. પછી એક દિવસ તેમણે પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો.

રાખી અને ગુલજારે વર્ષ 1973માં લગ્ન કરી લીધા. કેટલાક સમય બાદ રાખી-ગુલઝારના ઘરે પુત્રી મેઘનાનો જન્મ થયો. પરંતુ મેઘનાનાં જન્મના એક વર્ષ બાદ ગુલઝાર-રાખીએ અલગ થવાનો નિર્ણય લીધો. તેના પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા હતા.

સૂત્રોનું માનીએ તો ગુલઝાર અને રાખીના અલગ થવાનું કારણ મીના કુમારી હતી. મીના કુમારી ગુલઝારની ખાસ મિત્ર હતી. મીનાનો ઉર્દુ પ્રેમ તેને ગુલઝારની નજીક લાવ્યો હતો. મીનાએ મરતા પહેલા પોતાની કવિતાની ડાયરી ગુલઝારને આપી હતી. તે બાદ ગુલજારે કેટલીક કવિતાઓનું પ્રકાશન કર્યું હતુ.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચાઓ થતી હતી કે ગુલઝાર, રાખીની ફિલ્મોમાં કામ કરવાના વિરુદ્ધ હતા. તેમણે રાખીને ફિલ્મથી દુરી બનાવવાનું કહ્યું હતુ, જેનો રાખીએ સ્વીકાર કર્યો હતો. પરંતુ રાખી ઇચ્છતી હતી કે ગુલઝાર તેને પોતાની નિર્દેશિત ફિલ્મમાં રોલ આપે પરંતુ ગુલજારે રાખીને એક પણ ફિલ્મમાં સાઈન ન કરી.

તો બીજી તરફ રાખીને ઘણી ફિલ્મોની ઓફર્સ મળી રહી હતી. જ્યારે પણ રાખી ગુલઝારને ફિલ્મની ઓફર વિશે વાત કરતી તો બંનેનો ઝઘડો શરૂ થઈ જતો હતો. પછી એક રાત કંઈક એવું બન્યુ કે બંનેની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ.

ગુલજારે પોતાની નિર્દેશિત ફિલ્મ આંધીની શૂટિંગ માટે કાશ્મીર ગયા હતા. ફિલ્મના લીડ રોલમાં સંજીવ કુમાર અને સુચિત્રા સેન હતા. તો ગુલઝારના કાશ્મીર ગયા બાદ રાખી ઘરમાં એકલાપણું ફિલ કરતી હતી.

ફિલ્મની શૂટિંગ બાદ યૂનિટ પાર્ટી કરી રહી હતી. ત્યારે નશામાં સંજીવ કુમાર, સુચિત્રાને મોહિત કરવાની કોશિશ કરી રહ્યાં હતા. સમય પર ગુલજારે સુચિત્રાને તેના રૂમ સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો. તે દરમિયાન ત્યાં રાખી પહોંચી ગઈ અને ગુલઝારને સુચિત્રા સાથે જોઈ ગઈ.

તે બાદ રાખી અને ગુલઝાર વચ્ચે ફિલ્મની યૂનિટ સામે ખુબ વિવાદ થયો હતો. આ ઝઘડા બાદ ગુલજારે રૂમમાં રાખી પર હાથ ઉઠાવ્યો હતો. તે દિવસ બાદ ગુલઝારના સંબંધો ઓછા થઈ ગયા. ગુલઝારની ના પાડવા છતા રાખી યશ ચોપડાની ફિલ્મ કભી-કભીમાં કામ કરવા માટે તૈયાર થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન