NIFTY 9,445.40 +44.50  |  SENSEX 30,322.12 +133.97  |  USD 64.1000 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધો.૧૦નું ગણિતનું પેપર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી સરળ નિકાળ્યું! એવરેજ વિદ્યાર્થી પણ ૭૫-૮૦ માર્ક મેળવી શકે

ધો.૧૦નું ગણિતનું પેપર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી સરળ નિકાળ્યું! એવરેજ વિદ્યાર્થી પણ ૭૫-૮૦ માર્ક મેળવી શકે

 | 9:18 pm IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલ બોર્ડની પરીક્ષાના છઠ્ઠા દિવસે પણ પ્રશ્નપત્રો સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારના રોજ સવારના સેશનમાં ધોરણ.૧૦નું ગણિતનું પેપર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી સરળ નિકાળ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જેમાં લગભગ ૪૮ MCQ અતિસરળ અને ૨ MCQ થોડા અધરા હતાં. જોકે પાર્ટ બીમાં ૩ અને ૮ નંબરના પ્રશ્નને છોડીને તમામ પ્રશ્ન પાઠયપુસ્તક પ્રમાણેના એટલે કે, રકમ પણ બદલવામાં આવી નહોતી. જોકે એવરેજ વિદ્યાર્થીઓ પણ ૭૫થી ૮૦ માર્કસ સરળતાથી પ્રાપ્ત કરી શકે તેવુ સરળ પેપર હોવાનું વિદ્યાર્થી તેમજ એક્સપર્ટ રિવ્યુ દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સોમવારના રોજ સવારના સેશનમાં ધોરણ.૧૦નું ગણિતનું પેપર હતું જ્યારે બપોરના સેશનમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમા અર્થશાસ્ત્રનું અને વિજ્ઞાાન પ્રવાહમાં ગણિતનું પેપર હતું. જોકે ત્રણેય પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. ધોરણ.૧૦ના ગણિતના પેપરમાં ૧૦,૬૮,૨૧૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૦,૪૬,૨૨૧ ઉપસ્થિત રહ્યાં હતા.

જ્યારે ધોરણ.૧૨ના અર્થશાસ્ત્રના પેપરમાં ૩,૦૯,૭૩૫ વિદ્યાર્થીઓ પૈકી ૩,૦૨,૪૮૪ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ વિજ્ઞાાન પ્રવાહમાં ગણિતના પેપરમાં ૬૫,૦૫૫ વિદ્યાર્થીઓ પૈકી ૬૩,૮૩૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સોમવારના રોજ ધો.૧૦માં ૧૫ અને ધો.૧૨માં ૪ મળીને રાજ્યમાં કુલ ૧૯ કોપી કેસ નોધાયાં હતાં. ઉલ્લેખનિય છે કે, ધો.૧૨ના અર્થશાસ્ત્રના પેપરમાં અમદાવાદ શહેરમાં એક કોપીકેસ નોધાયો હતો.

1