The meteorological department's biggest forecast is that it will rain in Gujarat between 12 and 21 August
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દ. પાકિસ્તાનમાં સર્જાઈ જબરદસ્ત મોટી વરસાદી સિસ્ટમ, રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

દ. પાકિસ્તાનમાં સર્જાઈ જબરદસ્ત મોટી વરસાદી સિસ્ટમ, રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

 | 9:14 am IST

દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા ઈંતેજાર પછી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે.

ઉપરાંત એક સાઇક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન-કચ્છ અને રાજસ્થાન વિસ્તાર પર હોવાથી આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે,આ સપ્તાહમાં શરૃ થતો વરસાદ આગામી સપ્તાહમાં પણ લંબાવવાની પૂર્ણ શક્યતાઓ છે. આ વરસાદી સિસ્ટમના કારણે તા.16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

IMDની વેબસાઈટમાં કરેલી આગાહી પ્રમાણે, તા.12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૃચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થયો હતો. પરંતુ હજુ 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ 831 મી.મી. એટલે કે, 33.24 ઈંચ વરસાદ પડે છે જેની સામે મંગળવાર સવારના આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 481.39 મી.મી. એટલે કે, 19.25 ઈંચ વરસાદ થયો છે, જે કુલ વરસાદના 58 ટકા વરસાદ થાય છે.

રાજ્યના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે

12 ઓગસ્ટ
બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૃચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દ્વારકા

13 ઓગસ્ટ
વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, તાપી અને નવસારી

14 ઓગસ્ટ
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ

15 ઓગસ્ટ
સુરત, વડોદરા, નર્મદા, ભરૃચ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છ

16 ઓગસ્ટ
બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ

NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરાઈ

આગામી સપ્તાહમાં તા.15 ઓગસ્ટથી તા.17 ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીના પગલે ગ્દડ્ઢઇહ્લની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. આ ટીમો જરૃર જણાયે ઉત્તર ગુજરાતમાં પણ મોકલવમાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન