મનથી ઉપરના સ્તરમાં ગરકી જવું ! - Sandesh

મનથી ઉપરના સ્તરમાં ગરકી જવું !

 | 1:28 am IST

જીવન ધ્યાન: ઓશો

પાગલપણાની બે જાતની શક્યતા રહે છે. પાગલપણાનો શબ્દશઃ અર્થ મગજથી બહાર જવું તેવો થાય છે. મગજથી બે રીતે બહાર જવાય છે. ક્યાં તો મગજ તમારી ઉપર સવાર થઈ જાય છે અથવા તો તમે મગજ ઉપર સવારે થઈ જાઓ છો.

સાધારણ રીતે લોકો મગજ કરતાં નીચલા સ્તરે જીવે છે, કારણ કે તેમાં તેમને કંઈ મહેનત પડતી નથી. તેમને કંઈ કરવાનું હોતું નથી. કોઈપણ આઘાત તમારા મગજની સમતુલાને છિન્ન-ભિન્ન કરી શકે છે. દા.ત. તમારું કોઈ પ્રિયજન મરી જાય કે ધંધામાં તમે નાદાર થઈ જાઓ, આઘાત એવડો મોટો હોય છે કે તમે તમારી સાધારણતા જાળવી શકતા નથી. આવું થાય ત્યારે મગજની નીચે તમારું પતન થાય છે. તમારું આચરણ તર્કસંગત રહેતું નથી.

પણ મગજની નીચે જવાથી એટલે કે મગજ તમારા ઉપર હાવી થવાથી, તમારું દુઃખ તમારાથી દૂર ભાગી જાય છે. જો તમારું મગજ સાધારણ રહ્યું હોત તો આ આઘાતથી તમે દુઃખી દુઃખી થઈ ગયા હોત. આઘાતને નિવારવાનો કુદરતે આપેલો આ એક રસ્તો છે. તે તમને નિતાંત મગજની નીચે ખેંચી જાય છે અને તેથી, શું થયું તેની તમને કંઈ ખબર પડતી નથી. ધંધામાં તમને ભારે ખોટ આવી છે, અથવા તો તમારી પત્ની કે તમારા બાળકનું મૃત્યુ થયું છે તેની પાગલપણાને કારણે તેમને કંઈ અસર થતી નથી. વાસ્તવમાં તો તમને આ બધું યાદ જ નથી. તમે એક નવા તબક્કામાં દાખલ થયા છો. તમે એક નવી વ્યક્તિ બની ગયા છો પણ તમારા આચરણમાં તર્કનો અભાવ તથા અસામાન્યપણું હોય છે અને ભવિષ્યમાં તમે શું કરશો તે કંઈ કહી શકતું નથી. આવી અવસ્થાને દુનિયાભરમાં ગાંડપણ-પાગલપણું કહેવામાં આવે છે.

આવા પાગલપણાથી સદંતર જુદુ, એક બીજી જાતનું પાગલપણું માત્ર પૂર્વના દેશોએ શોધી કાઢયું છે, અને તે ગહન ધ્યાનમાંથી-મનની પાર જવાથી આવે છે. તેથી કોક કોક વાર તમે જોશો કે પાગલ માણસ પણ લગભગ ડાહ્યા માણસ જેવું આચરણ કરતો હોય છે. તેનામાં અમુક જાતની આંતર-સમજ હોય છે, જેના ઉપર તેનો કોઈ કાબૂ નથી. આવી આંતર-સમજના કોક કોક ઝબકારા તેના આચરણમાં ઝલકે છે. તેમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તેની દ્રષ્ટિમાં તેને જે દેખાય છે તે તમને દેખાતું નથી.

પૂર્વના દેશોમાં સદીઓથી માનવીનું મન સંશોધનના મુખ્ય મુદ્દાના કેન્દ્રસ્થાને રહેલું છે. આપણે એવું શોધી કાઢયું છે કે માનવી મગજની ઉપર જઈ શકે છે- એટલે કે તે મગજ ઉપર હાવી થઈ શકે છે. સૂફીવાદમાં આ અવસ્થા વ્યાપકરૂપે સ્વીકારાયેલી છે અને તેવી વ્યક્તિને તેઓ ‘મસ્ત’ કહે છે, એટલે કે દિવ્ય પાગલપણું. મસ્ત વ્યક્તિ પાગલ જરૂર છે પણ તેનું પાગલપણું પારલૌકિક છે. તર્કના ત્રાજવે તોળીએ તો તેનું આચરણ તર્કવિહોણું છે, અથવા તો કદાચ એક બીજો ઊંચી કક્ષાનો તર્ક છે અને તે માપદંડ પ્રમાણે તેનું આચરણ તર્કવિહીન નથી.

ભારતમાં આ કક્ષાએ પહોંચેલ વ્યક્તિને પરમહંસ કહેવામાં આવે છે. ૧૯મી સદીમાં થઈ ગયેલા રામકૃષ્ણ નામના એક મહામાનવ એક આવા પરમહંસ હતા. પરમહંસના આચરણમાં બિલકુલ પાગલપણું દેખાય છે, પણ આ પાગલપણમાં સૌંદર્ય છલકાતું હોય છે. મન સાથે સંકળાયેલી મહાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ પાસે પણ ન હોય તેવી ગહનતા આ પાગલપણામાં ઝલકતી હોય છે.

રામકૃષ્ણની બાબતમાં આવું બન્યું હતું. કોલકતા શહેરની બહાર ગંગા નદીના કાંઠે આવેલા એક નાનકડા મંદિરમાં તેમનું રહેઠાણ હતું. અત્યારે તો ગંગા નદીના કિનારે ઘણા મંદિરો ઊભાં થઈ ગયા છે, પણ તે વખતે ભારતનું પાટનગર દિલ્હી નહીં પણ કોલકતા હતું અને તેથી બુદ્ધિજીવીઓના નિચોડસમાં સર્જનાત્મક લોકો કોલકતામાં વસવાટ કરતાં હતાં. આમેય તે બંગાળીઓ ભારતમાં સૌથી વધુ બુદ્ધિ-પ્રતિભા ધરાવતી પ્રજા છે. બધાં બંગાળીઓ મોટા ભાગે બુદ્ધિશાળી લોકો હોય છે.

કેશવચંદ્ર સેન નામની એક પ્રખર મેઘાવી વ્યક્તિ બ્રહ્મસમાજ (દિવ્ય સમાજ) નામની સંસ્થાના સહ-સ્થાપક હતા. તેમનું નામ આખાય ભારતમાં જાણીતું હતું. તેની સામે, ગંગાને કાંઠે જ્યાં રામકૃષ્ણ રહેતા હતા તેની આસપાસમાં રહેતા થોડાક લોકો જ રામકૃષ્ણને ઓળખતા હતા.

[email protected]