મનના તરંગ - Sandesh

મનના તરંગ

 | 2:37 am IST

ચિંતન । વી. એમ. વાળંદ

મન અક-અગમ્ય (Mysterious) છે, અગાધ (fathomless) છે, અમાપ (limitless) છે, તેથી તો તે ગૂઢાર્થ (hidden meaningness) બનતું હોય છે. મનના તરંગ (mentally fancies) બ્રહ્માંડને પેલે પાર પણ જઈ શકે, જ્યાં વિજ્ઞાન પણ આજદિન સુધી પહોંચી શક્યું નથી. મનના તરંગના આવેગ અને વેગના સાતત્યને સહેજપણે કે યાંત્રિકપણે સંપૂર્ણ સમજી શકાય કે નહીં તે એક યત્રા પ્રશ્ન બને છે.

મનના તરંગ બુદ્ધિના વિચારોના માધ્યમથી તરે છે, વિલાય છે. આ વિચાર અનુભવસિદ્ધ કે કલ્પનામય હોય છે. મગજના અબજો જ્ઞાનકોષો દ્વારા તેની માનસ પર મીટ કે અમીટ છાપ પડતી હોય છે. આ છાપ ગમે ત્યારે લાઇટિંગ ઓન (lighting on) થતી હોય છે. પછી તે સભાન (conscious) કે વિવેકબુદ્ધિહીન પણ હોય છે. પરંતુ તેની સીધી અસર માણસની વાણી કે વર્તન પર પડયા વગર રહેતી નથી.

માણસના બાહ્ય આચરણ થકી કેટલીકવાર માણસને ઉપલકિયા દૃષ્ટિથી થોડો સમજી શકાય, પરંતુ તેના આંતરિક મનોવ્યાપારને ઝટ તો શું ! પણ દીર્ઘકાળે પણ સમજી શકાતો નથી ! તેથી જ ઘણીવાર સીધો-સાદ શાંત લાગતો માણસ કાયર, ક્રૂક કે ચાલાક માણસ તો પોતાના મનોભાવ બહાર આવવા જ દેતો નથી. તેથી જ માણસને ઓળખવામાં મોટેભાગે ગોતાં મારવાં પડતા હોય છે.

મનના ઉમદા કે અનિષ્ટ તરંગોને (વિચાર) તારવવાનું કાર્ય અને તેની પ્રક્રિયા વિરલ વ્યક્તિ કરી શકે છે. તેનો આધાર વિચારશક્તિ પર અવલંબે છે. વિચારશક્તિ કૌટુંબિક ઉછેર, સામાજિક પર્યાવરણ, શૈક્ષણિક સજ્જતા અને છેવટે રાષ્ટ્રીય નૈતિકતા-(National morality) જે આ બધાને આપણે સંસ્કાર કહીએ છીએ તે જ બુનિયાદી હોય છે. These all fullfully cultivated (કેળવાયેલા) thoughts are to be called over culture and it is the foundation of ourness (આપણાપણું).

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા ઝુંબેશને જોઈએ તેટલો પ્રતિસાદ મળતો નથી, તેનું મુખ્ય કારણ પ્રજાની ગળથૂથીમાં-સ્વચ્છતાનો અભાવ છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમી અને બંધત્વભાવના આ બધાના અપૂરત પોષાણ સાથે સાથે નિરક્ષરતા, દરિદ્રતા, ધર્માંધતા, અંધશ્રદ્ધા અને રાજકીય ઉપલક્રિયા દૃષ્ટિ છે. વિદેશી સરકારોને આવી ઝુંબેશની ભાગ્ય જ જરૂર પડતી હોય છે. કારણકે વિદેશીઓને પોતપોતાના દેશની સ્વચ્છતાના કર્તવ્યનું ભાન તેમના પૂરેપૂરા જીવન સાથે વણાયેલુ રહે છે.

સ્વચ્છ વ્યક્તિ, સ્વચ્છ કુટુંબ અને સ્વચ્છ રાષ્ટ્ર શું નથી કરી શકતાં ? તેનો અંદાજ સમૃદ્ધ રાષ્ટ્રોની સાથે જાપાની પ્રજાને ખાસ મૂલવવી જોઈએ. નિરક્ષર કે ગંદો જાપાની હોઈ જ ન શકે એ જાપાનનું ગૌરવ છે. અનેક વારંવાર આવતી કુદરતી આફતો વચ્ચે પણ તે ટસથી મસ થતો નથી અને આઝાદીના થોડા વર્ષોમાં તે વિશ્વની એકઓર મહાસત્તા બની રહ્યો છે. દેશની પ્રજા જ દેશની સાચી ઓળખ છે.

ભ્રષ્ટ રાજકારણ, વ્યાપતો ભ્રષ્ટાચાર, લાંચરુશ્વત, વેરઝેર, ખૂનખરાબા, રેપ-બળાત્કાર, યૌવન શોષણ, નજીવા કારણે થતાં-અપહરણ ઘરચોરીથી માંડીને રાષ્ટ્રીય સંપત્તિની ઉઘાડી લૂંટ કે ચોરી, નાણાંકીય ગોટાળા જાણે તો હવે રોજિંદો વ્યવહાર થઈ રહ્યો છે, અમાનુષી અરાજકતા પૂરા સમાજને નરકથી બદતર બનાવી રહી છે, ત્યારે સમજુ શિષ્ટ નરબંકા, આક્રોશી અને રાક્ષસી મનોવ્યાપારને (તરંગોને) વંઠી રહેલા દેશો સહિત આપણે સર્વ રોકીશું તો પૂરી વસુધા નિર્ભય સ્વર્ગ જ હશે !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન