The Ministry of virtue and vice will resume in Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાન લોકોની હાલત થશે વધુ દયનીય,તાલિબાને જણાવ્યું કેવી રીતે આપશે ગુનાની સજા

અફઘાન લોકોની હાલત થશે વધુ દયનીય,તાલિબાને જણાવ્યું કેવી રીતે આપશે ગુનાની સજા

 | 9:35 pm IST
  • Share

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકોને જે ડર હતો, તે હવે સાચો સાબિત થવાનો છે. તાલિબાન તેના સદાચાર મંત્રાલય(Ministry of virtue and vice)ને ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. આ એજ મંત્રાલય છે જેના પર દેશમાં શરિયા કાયદો લાગુ કરવાની જવાબદારી છે. નોંધનિય છે કે, અફઘાનિસ્તાન પર અમેરિકાના હુમલા બાદ તેને બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તાલિબાન તેને ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. મોહમ્મદ ખલીલ આ મંત્રાલયનું નેતૃત્વ કરશે.

એક અખબારના અહેવાલ મુજબ, આ બદનામ મંત્રાલયની રચના પછી, અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. આ મંત્રાલય દ્વારા તાલિબાન કડક શરિયા કાયદાનો લાગુ કરવા જઈ રહ્યું છે. આ કાયદા અતંર્ગત મહિલાઓને પુરૂષ સાથી વગર ઘરની બહાર નીકળવા દેવામાં આવશે નહીં. આ સિવાય સંગીત અને મનોરંજનના તમામ માધ્યમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અફઘાનિસ્તાનના સેન્ટ્રલ ઝોનના વડા મોહમ્મદ યુસુફે કહ્યું કે આ કાયદાનો અમલ કરીને ઇસ્લામની સેવા કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં હવે આવનારા સમયમાં કેવા દ્રશ્યો સર્જાશે તે અંગે મોહમ્મદ યુસુફ પોતે જ વાત કરી. તેમણે કહ્યું કે, અમે ઇસ્લામિક નિયમો અનુસાર સજા કરીશું. ઉદાહરણ તરીકે, હત્યા માટે સજા અલગ અલગ રીતે આપવામાં આવશે. જો કોઈ જાણી જોઈને કોઈની હત્યા કરે તો તેને જાહેરમાં મારી નાખવામાં આવશે. જો તેણે ભૂલથી કોઈની હત્યા કરી હોય, તો તેને તેની કિંમતનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ ચોરી કરે છે, તો તેના હાથ કાપી નાખવામાં આવે છે, જે કોઈ ગેરકાયદે સંબંધ બનાવે છે તો તેને પથ્થર મારવામાં આવશે. પ્રાર્થનાનો સમય કડક રીતે લાગુ કરવામાં આવ્યો હતો અને પુરુષોને દાઢી વધારવાનું કહેવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ, મોરલ પોલીસ હવે દરેક રસ્તા અને ચોક પર તૈનાત રહેશે. તેમને કાયદાનો ભંગ કરનારાઓને ચાબુક, લાઠી, અંગો કાપવા અથવા મૃત્યુદંડ આપવાનો અધિકાર હશે. આ બધાના ઉદાહરણો આ દિવસોમાં કાબુલની શેરીઓમાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન