The Modi government has put Rs 500 in the public accounts of 4.07 crore women
  • Home
  • India
  • ખુશ ખબર! મોદી સરકારે 4.07 કરોડ મહિલાઓના જનધન ખાતાઓમાં 500 રૂપિયા નાંખ્યા

ખુશ ખબર! મોદી સરકારે 4.07 કરોડ મહિલાઓના જનધન ખાતાઓમાં 500 રૂપિયા નાંખ્યા

 | 8:16 pm IST

દેશમાં કોવિડ-19ને લઇ યથાવત લોકડાઉન વચ્ચે મહત્વપૂર્ણ ખબર આવી છે. કેન્દ્ર સરકારે 4.07 કરોડ મહિલાઓના જનધન ખાતાઓમાં પાંચ-પાંચ સો રૂપિયા નાંખ્યા છે. ત્રણ હપ્તામાં આ પહેલો હપ્તો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાહેર કરેલી રકમ એપ્રિલના પહેલા અઠવાડિયાના અંત સુધીમાં મહિલાઓના 20.39 કરોડ જન ધન ખાતાઓમાં જમા કરવામાં આવશે.

મંત્રાલયે જારી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગ્રામીણ વિકાસ મંત્રાલયે એપ્રિલ મહિના માટે દરેક મહિલાના વડા પ્રધાન જન ધન ખાતામાં 500 રૂપિયા જમા કરાવવાની રકમ જાહેર કરી છે અને 2 એપ્રિલ, 2020 ના રોજ લક્ષ્યાંકિત ખાતાઓમાં આ રકમ જમા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, 26 માર્ચે નાણાંમંત્રી નિર્મલા સીતારામણે દેશના ગરીબ, મજૂર અને રોજગાર કર્મચારીઓ માટે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ અંતર્ગત જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી ત્રણ મહિના માટે 20 કરોડ મહિલાઓના જનધન ખાતામાં 500 રૂપિયા આપવામાં આવશે.

નોંધનિય છે કે, કોરોના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. આ સંપૂર્ણ લોકડાઉનની અવધિ 14 એપ્રિલ સુધી છે. લોકડાઉન દરમિયાન લોકોની પરેશાનીઓ દૂર કરવા માટે સરકાર તરફથી રાહત પેકેટની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત આર્થિક મદદની ઘોષણા કરવામાં આવી છે.

સરકારે શું જાહેરાત કરી

રાહત પેકેડ અંતર્ગત એવી પણ જાહેરાત કરવામાં આવી કે, પીએમ મોદી સન્માન નિધિ અંતર્ગત 8.70 કરોડ ખેડૂતોને એપ્રિલ અંતર્ગત પ્રથમ અઠવાડિયામાં બે હજાર રૂપિયા આપવામાં આવશે. સાથે જ ઉજ્જવલા સ્કિમ અંતર્ગત 8 કરોડથી વધુ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ આપવામાં આવશે.

ત્રણ કરોડ સીનિયર સિટીઝન, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોને આગામી ત્રણ મહિના સુધી 1000 રૂપિયાની સહાયતા રાશિ આપવામાં આવશે. તેની બે હપ્તામાં આપવામાં આવશે. જેનો ફાયદો 3 કરોડ લોકોને થશે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હી પોલીસે મૌલવીઓ માટે ખોલ્યું મરકજનું તાળું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન