The Modi government is making a big decision by taking small traders
  • Home
  • Business
  • કોરોના મહામારીમાં નાના વેપારીઓને લઈને મોદી સરકાર કરી રહી છે મોટો નિર્ણય

કોરોના મહામારીમાં નાના વેપારીઓને લઈને મોદી સરકાર કરી રહી છે મોટો નિર્ણય

 | 7:13 pm IST

કોરોના મહામારીની અસર દેશના તમામ લોકોને થઈ છે. ત્યારે આ મહામારી સામે લડવા અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બહાર કાઢવા સરકાર તમામ પ્રકારના પ્રયાસો અને પગલા ભરી રહી છે. તેમા પણ ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લઈને વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સિતારમને નિવદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લોન રિસ્ટ્રકચરિંગ માટે આરબીઆઈ સાથે મળી તત્પરતાથી કામ કરી રહી છે. જેથી કંપનીઓને હાલના સંકટમાં રાહત મળી શકે. અને રિસ્ટ્રકચરિંગ પર જ ફોકસ છે. લોન રિસ્ટ્રકચરિંગ પ્રક્રિયામાં લોનની શરતોમાં ફેરફાર થાય છે જેથી બેન્કો લેણદારને પુનૅં ચૂકવણીનો વધારે સમય આપે અથવા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે.

કેન્દ્ર સરકાર બીજા તબક્કાના નાણાકીય રાહતની જાહેરાત કરશે

નાણામંત્રી નિર્મલા સિતારમને કહ્યું કે, હોસ્પિટેલિટી સેકટરની સમસ્યાને સમજે છે કે તેમના લોનનો સમયગાળો વધારવામાં આવે અથવા રિસ્ટ્રકચરિંગની સુવિધા આપવામાં આવે. કોવિડ-૧૯ આઉટબ્રેક બાદ આ સેકટર સૌથી વધારે પ્રભાવિત સેકટરમાંથી એક છે. કોવિડ-૧૯ સંકટથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કે સળંગ અનેક પગલા ભર્યા છે. પરંતુ, હજુ પણ કેટલાક રાજયોમાં આંશિક લોકડાઉનના કારણથી બિઝનેસની સાથે ઉધારકર્તાઓ પર પણ અસર પડી છે. હવે આ સેકટરને આશા છે કે, કેન્દ્ર સરકાર બીજા તબક્કાના નાણાકીય રાહતની જાહેરાત કરશે. સાથે આરબીઆઈ પાસે આશા રાખવામાં આવી રહી છે કે, ૩૧ ઓગસ્ટ બાદ માટે તે પણ લોન મોરેટોરિયમ પર કોઈ નિર્ણય લે.

 બેન્ક લોન આપવાની ના ન પાડી શકેઃ નિર્મલા સિતારમણ

નાના વેપારીઓ માટે બેન્ક લોન આપવાની ના નહીં પાડે. હાલમાં જ સરકારે નાના વેપારીઓ માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી લેન્ડિંગ સ્કીમ હેઠળ લોન આપવાની જાહેરાત કરી હતી. નિર્મલા સિતારમને કહ્યું કે, ઈમરજન્સી ક્રેડિટ સુવિધા હેઠળ લોન આપવાની બેન્કો ના નથી પાડી શકતી. જો કોઈ બેન્ક ના પાડે તો, આનો રિપોર્ટ કરવાનો, હું આ મામલાને જોઈશ.

પીએમ મોદીએ જરૂરિયાતમંદ માટે લોનની જાહેરાત કરી હતી

દેશની ટોપ પ્રાઈવેટ અને પબ્લીક બેન્કોના પ્રમુખ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, જરૂરિયાતમંદ સેકટર્સ માટે જરૂરી લોન આપે. પીએમએ વિશેષ રીતે સુક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રની વાત કરી હતી. સીતારમને એ પણ કહ્યું કે, નાણા મંત્રાલય ઈન્ફાસ્ટ્રકચર ફાયનાન્સિંગ માટે ડેવલપમેન્ટ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યૂશન એટલે કે, ડીએફઆઈ સેટઅપ કરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેના પર કામ ચાલી રહ્યું છે. જેવું પુરૂ થઈ જશે, અમે આ મામલે જાણકારી આપીશું.

આ વીડિયો પણ જૂઓઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1136 કેસ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન