The month of Jeth will start from tomorrow, do this remedy
  • Home
  • Astrology
  • આવતી કાલથી શરૂ થશે જેઠ મહિનો, શિવપુરાણ અનુસાર કરી લો આ ઉપાય

આવતી કાલથી શરૂ થશે જેઠ મહિનો, શિવપુરાણ અનુસાર કરી લો આ ઉપાય

 | 11:07 am IST

હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસ અથવા જેઠ મહિનો ચંદ્ર માસના ત્રીજા મહિનામાં આવે છે. તેને જ્યેષ્ઠ નક્ષત્ર પણ કહે છે. ફાગણ માસની વિદાયની સાથે ગરમી શરૂ થઈ જાય છે. જેઠ મહીનાને ગરમીનો મહીનો પણ કહેવાય છે. આ મહિનામાં જળને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા તહેવારો અને વ્રત કરવામાં આવે છે.

આ મહીનામાં જળની પૂજા કરાય છે અને આ મહીનામાં જળને લઈને બે તહેવાર પણ છે, પહેલો ગંગા દશેરા અને બીજુ નિર્જલા એકાદશી. આ મહીનામાં જળને બચાવવાનો પ્રયાસ કરાય છે.

આ વખતે 23 મેના રોજ જેઠ મહિનાની શરૂઆત થઇ જશે. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે. જેઠ મહિનાની પૂનમે દાન અને ગંગા સ્નાનું મહત્વ છે. તેનાથી અનેક ગણું ફળ મળે છે.

આ જ મહિનામાં વટસાવિત્રીનું વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રત સૌભાગ્ય પ્રાપ્તિ માટે હોય છે. સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષમાં પૂનમે આ વ્રત કરવાનું વિધાન છે.

અકાળ મૃત્ય બાધા દૂર કરવા કરો આ ઉપાય
જેઠના મહીનામાં તલનું દાન ઉત્તમ હોય છે. શિવપુરાણમાં કહ્યું છે કે આ મહીનામાં તલ દાનથી અકાળ મૃત્યુ બાધા દૂર થાય છે. આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે, જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જવા લાગે છે. એવામાં પાણીનું બને તેટલું વધુ સેવન કરવું જોઇએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે.

આની સાથે જ તમારી ખાણી-પીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઇએ. બહારનું ભોજન ન લઇને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઇએ. તાજાં ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. સાથે જ આ મહિના દરમિયાન તડકામા ન નીકળવું અને શક્ય હોય તેટલું ઘરે જ રહેવું જોઇએ.

આ વીડિયો જુઓ: ભાણવડના હાથલા ગામે બિરાજમાન શનીદેવના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન