the moon planet in horoscope do these measures to strengthen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કુંડળીમાં નબળો પડે ચંદ્ર મન પર સીધી કરે અસર, મજબુત કરવા કરીલો આ ઉપાય

કુંડળીમાં નબળો પડે ચંદ્ર મન પર સીધી કરે અસર, મજબુત કરવા કરીલો આ ઉપાય

 | 11:09 am IST

જ્યોતિષ શાસ્ત્ર (astrology)મુજબ ગ્રહોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. ગ્રહોની બદલાતી હિલચાલ અને સ્થિતિ આપણા જીવનના વિવિધ ક્ષેત્રને અસર કરે છે. જ્યારે શુભ ગ્રહો નબળી સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે.

દરેક ગ્રહ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (astrology)ચંદ્રને the moon મન અને મસ્તિષ્કનું પરિબળ માનવામાં આવે છે. ચંદ્રના the moon નબળા થવાને કારણે વ્યક્તિના મનની શક્તિ નબળી પડે છે. તેને માનસિક તકલીફો થવા લાગે છે, જેના કારણે વ્યક્તિ કોઈ પણ કાર્યમાં પોતાનું મન કેન્દ્રિત કરવામાં અસમર્થ છે.

જ્યારે ચંદ્ર નબળો હોય છે, ત્યારે વ્યક્તિને કિડની, ફેફસાં વગેરેથી સંબંધિત રોગોનો પણ સામનો કરવો પડે છે. જુદા જુદા સ્થાનમાં રહેલ ચંદ્ર અલગ અલગ ફળ આપે છે. જે લોકોનો ચંદ્ર મજબૂત છે, તેમની નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ સારી છે. આ તેમની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને તેમને સફળ બનાવે છે. તેથી, કુંડળીમાં ચંદ્ર મજબૂત હોવો જરૂરી છે.

જો કુંડળીના horoscopeપહેલા સ્થાને ચંદ્ર the moon નબળો છે, તો પલંગના પાયામાં તાંબાની વીંટી મૂકવી જોઈએ. વટ વૃક્ષને પાણી ચડાવવું જોઈએ. મુસાફરી કરતી વખતે, રસ્તામાં નદી આવે તો તાંબાનો સિક્કો નાંખવો જોઈએ. તેનાથી ચંદ્ર નબળો હોય તો મજબુત થાય છે.

કુંડળીનું horoscope બીજું સ્થાન ધનનું સ્થાન માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં horoscope બીજા સ્થાનમાં નબળો ચંદ્ર હોય, તો પછી અક્ષત (આખા ભાત) અને લઈ તેને સફેદ કપડામાં બાંધી દો. આ ચોખા તમારી સાથે રાખો. આ તમારા ચંદ્રને the moon મજબુત કરશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં કરે.

જો ત્રીજા સ્થાનમાં તમારો ચંદ્ર નબળો છે, તો તમારે ચાંદી, ભાત અને દૂધથી બનેલી વસ્તુઓ અથવા તમારી બહેન અથવા પુત્રીને દૂધની વસ્તુઓનું દાન કરવું જોઈએ. ચંદ્રને મજબૂત બનાવવા માટે દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ.

જ્યારે કુંડળીના horoscopeચોથા સ્થાનમાં ચંદ્ર નબળો હોય છે, ત્યારે વ્યક્તિને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોથા સ્થાને, ઘરની મહિલાઓએ ચંદ્રને મજબૂત બનાવવા માટે પૂનમના દિવસે દૂધની બનેલી વસ્તુઓ બનાવી આરોગવી જોઈએ. આ ચંદ્રને મજબૂત બનાવશે.

આ વીડિયો જુઓ: જામનગરમાં આવેલા સાંઇબાબા મંદિરના કરો દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન