Video: જલ્દી ચંદ્ર પર પણ મળશે આ મોબાઈલ ફોન નેટવર્ક! - Sandesh
NIFTY 10,975.00 +38.15  |  SENSEX 36,390.14 +66.37  |  USD 68.3400 -0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Video: જલ્દી ચંદ્ર પર પણ મળશે આ મોબાઈલ ફોન નેટવર્ક!

Video: જલ્દી ચંદ્ર પર પણ મળશે આ મોબાઈલ ફોન નેટવર્ક!

 | 3:45 pm IST

આગામી વર્ષે ચંદ્રને પણ મળશે પોતાનું પહેલું મોબાઈલ નેટવર્ક. આ નેટવર્ક દ્વારા ચંદ્રથી પૃથ્વી પર હાઈ-ડેફીનેશન સ્ટ્રીમિંગ સહેલું બની જશે. ચંદ્ર પર મોબાઈલ નેટવર્ક લાવવાનું કામ એક પ્રાઇવેટ ફંડેડમૂન મિશનનું ભાગ છે.

દુનિયાના દરેક ખૂણા સુધી મોબાઈલ નેટવર્ક પહોંચાડ્યા બાદ બ્રિટિશ જાયન્ટ કંપનીનું નેક્સ્ટ ટાર્ગેટ છે- ચંદ્ર છે. આવતા વર્ષ સુધીમાં ચંદ્ર પર પણ વોડાફોન મોબાઈલ નેટવર્ક પહોંચાડવાનું છે. વોડાફોન જર્મની, નોકિયા અને કાર કંપની ઓડી મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પહેલવહેલો પ્રયત્ન હશે.

બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ કંપની વોડાફોને 2019માં ચંદ્ર પર નેટવર્ક પહોંચાડવાની જાહેરાત કરી છે. આ ચંદ્ર પર મોબાઈલ નેટવર્ક પહોંચાડવાનો ચંદ્ર પર મનુષ્યએ પ્રથમ પગલુ મૂ્ક્યું તેના 50 વર્ષ બાદ માનવજાતે મેળવેલી આ બીજી સૌથી મોટી સિદ્ધિ છે.

ચંદ્ર પર માનવવસ્તી ભલે હજુ સુધી ન પહોંચી હોય પરંતુ ત્યાં મોબાઈલ નેટવર્ક પહોંચી જશે. પ્રાઈવેટ ફંડથી ચાલતા ચંદ્ર અભિયાન અંતર્ગત આ પ્રયત્ન હાથ ધરવામાં આવશે. ચંદ્રથી ધરતી સુધી હાઈ ડેફિનેશન વાળા સ્ટ્રીમિંગના માધ્યમથી આ ચીજ શક્ય બનશે.