powerful hurricane of the last 60 years in Japan, 3 million people left home
  • Home
  • Videos
  • Featured Videos
  • જાપાનમાં 60 વર્ષની સૌથી મોટી તબાહીનાં દ્રશ્યો, 180 KMની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, 72 લાખ લોકો…

જાપાનમાં 60 વર્ષની સૌથી મોટી તબાહીનાં દ્રશ્યો, 180 KMની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, 72 લાખ લોકો…

 | 12:44 pm IST

જાપાનમાં છેલ્લા 60 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. શનિવારે સાંજે 7 કલાકે જાપાનના મુખ્ય હોન્શુ આઇલેન્ડ પર વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં 180 કિલોમીટરની ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાની સાથે સાથે જાપાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું. રાજધાની ટોકિયોમાં પણ ભારે વાવાઝોડાં સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. સરકારે લગભગ 72 લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવાના આદેશ જારી કર્યાં હતાં. ટોકિયોની આસપાસના હગિબિસે ભારે તબાહી મચાવી હતી. ઠેકઠેકાણે પૂર આવ્યું હતું તથા બીજા સેંકડો ઘરોમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી. કુલ 11 લોકોનાં મોત થયાના અહેેવાલો મળ્યા છે.

જાપાનના દક્ષિણ કિનારે ત્રાટકેલા વાવાઝોડાના પગલે 11 લોકોનાં મોત થયાં હતાં અને 30થી વધુને ઇજા પહોંચી હતી. ચીબા ખાતે અત્યંત ઝડપથી ફૂંકાઇ રહેલા પવનોના કારણે સર્જાયેલા કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જાપાનના હવામાન વિભાગના અધિકારી યાસુશી કાજિવારાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા હિગબિસના કારણે ટોકિયો અને આસપાસના વિસ્તારોમાં હાઇએસ્ટ લેવલની ઇમર્જન્સી વોર્નિંગ જાહેર કરવી પડી છે. જાપાનના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે ભારે પૂર અને ભૂસ્ખલનના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ટોકિયોની ઉત્તરે થયેલા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે.

સરકારે જારી કરેલી વોર્નિંગના કારણે હજારો લોકો શેલ્ટરમાં પહોંચ્યાં હતાં. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે તથા ઇમર્જન્સી સેવાઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. બીજી તરફ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જાપાનમાં આવેલા 5.7ની તીવ્રતાના ભૂકંપે ટોકિયો અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધાં હતાં. અમેરિકન જિઓલોજિકલ સરવેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર ટોકિયો નજીક ચીબાના દરિયા કિનારા નજીક જમીનથી 59.5 કિલોમીટરની ઊંડાઇએ હતું.

વાવાઝોડાને પગલે રગ્બી વર્લ્ડ કપની બે મેચો અને એક ફોર્મ્યુલાની એક મેચને રદ કરી દેવામાં આવી છે. જાપાની ગ્રાન્ડ પિક્સની તમામ ગતિવિધિઓને પણ રદ કરી દેવામાં આવી હતી. 1958માં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાના કારણે 1200 લોકો માર્યા ગયા હતા હગિબિસની અસરને પગલે રાજધાની ટોકિયોનું આસામ ગુલાબી અને જાંબલી રંગે રંગાયું હતું. આ વાવાઝોડું જાપાનના ઇતિહાસના 60 વર્ષમાં આવેલું બીજું શક્તિશાળી વાવાઝોડું છે. આ પહેલાં 1958માં આવા શક્તિશાળે વાવાઝોડાએ તબાહી મચાવી હતી જેમાં 1200 કરતા પણ વધારે લોકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન