The most special feature of Gmail, This can be a way to bring back a mailed mail to anyone
  • Home
  • Technology
  • Gmailનું સૌથી ખાસ ફિચર, કોઈને સેન્ડ કરેલા મેઈલને આ રીતે લાવી શકાશે પાછા

Gmailનું સૌથી ખાસ ફિચર, કોઈને સેન્ડ કરેલા મેઈલને આ રીતે લાવી શકાશે પાછા

 | 9:27 am IST

વારંવાર આપણી સાથે એવું થાય છે કે જ્યારે ઉતાવળમાં ખોટા ઈ-મેઈલ આઈડી પર જરૂરી મેઈલ મોકલી દઈએ છીએ. આવામાં આપણો મેઈલ કોઈ બીજા વ્યક્તિ જોડે જાય છે કે જેને આપણે મોકલવાનો ન્હોતો. ઉતાવળમાં કરેલી આ ભૂલ આપણને મુશ્કેલીમાં મુકી શકે છે. જી-મેઈલના ફિચર્સના મદદથી ખુબ સરળતાથી મોકલેલા મેઈલને પાછો લાવી શકીએ છીએ.

જોકો, જીમેઈલમાં આ ફિચર નવું નથી, પરંતુ આ ફિચર વિશે થોડા જ લોકોને ખ્યાલ હશે. તો આજે આપણે તે ખાસ ફિચર વિશે જાણીશું.

કઈ રીતે ફિચર ઓન કરવું

સ્ટેપ 1 સૌથી પહેલા પોતાના સ્માર્ટફોન અથવા ડેસ્કટોપ પર જીમેઈલને ઓપન કરો અને લોગઈન કરો.

સ્ટેપ 2 હવે લોગઈન કર્યાં પછી એકાઉન્ટની ઉપર કોર્નરમાં પ્રોફાઈલ પિક્ચરની નીચે આપેલા મેન્યૂમાં જઈને સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ.

સ્ટેપ 3 તેના પછી સેટિંગ્સમાં જઈને નીચે સ્ક્રોલ કરો. નીચે સ્ક્રોલ કરશો તો તમને ‘Undo Send’નો ઓપ્શન જોવા મળશે. હવે ‘Undo Send’ ફિચરને ઈનેબલ કરી દો.

સ્ટેપ 4 હવે તમારે ‘Undo Send’ ફિચરના નીચે ‘Send cancellation period’નામથી એક વિકલ્પ જોવા મળશે. હવે પોતાની જરૂરીયાત મુજબ Send cancellation periodમાં (5-30) સમય સેટ કરી લો.

સ્ટેપ 5 સેટિંગ્સમાં બદલાવ કર્યા પછી નીચે જઈને સેવ કરી દો. તે બાદ જીમેલમાં ‘Undo Send’ ફિચર ઈનેબલ થઈ ગયું હશે.

આ પ્રોસેસ પૂરી થયા બાદ તમે કોઈપણ ઈમેઈલ મોકલશો તો તમારો મેઈલ થોડા સેકન્ડ માટે સેવ થઈ જશે. તેની સાથે જ તમને સ્ક્રિન પર મોકલેલા મેઈલને Undo કરવા માટે પોપ-અપ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન