Maharastra: Mumbai foot over bridge near CSMT railway station collapsed
  • Home
  • India
  • મુંંબઇમાં CST સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ પડી ભાંગ્યો, 5 લોકોના મોત, 34 ઘાયલ

મુંંબઇમાં CST સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ પડી ભાંગ્યો, 5 લોકોના મોત, 34 ઘાયલ

 | 9:00 pm IST

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટી ઘટના ઘટી. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇના સીએસટી સ્ટેશન પર એર ફુટ ઓવરબ્રિજ પડવાનાં કારણે 5 લોકાના મોત થઇ ગયા છે. ત્યાં જ આ ઘટનામાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. આ ઇજાગ્રસ્તોમાં 4-5 લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે અને તેમને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં ઓાવ્યા છે. ત્યાં જ કાટમાળમાં હાલમાં પણ 10થી વધુ લોકો દબાયા હોવાની શંકા છે.

મુંબઇ પોલીસ અનુસાર, ગુરૂવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બનેલો બ્રિજ અચાનક પડી ભાંગ્યો. પોલીસ અનુસાર સીએસટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને બીટી લેન વચ્ચે એક ફુટઓવર બ્રિઝ અચાનક પડી ભાંગ્યો. આ બ્રિજના પડતા જ ઘણા લોકો તેની ચપેટમાં આવી કાટમાળમાં દબાઇ ગયા. આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળથી લોકોને બહાર નિકાળવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું.

બાદમાં ઇજાગ્રસ્ત ઘણા લોકોને પણ રેસ્ક્યૂ કરી સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યાં તબિબોએ 4 લોકોને મૃત ઘોષિત કર્યા છે. રેલવેના સૂત્રો અનુસાર, આ બ્રિજના કાટમાળમાં હજૂ પણ ઘણા લોકોના ગબાયા હોવાની શંકા છે. જેને જોતા સમગ્ર વિસ્તારમાં રાહત કાર્ય જોરશોરથી ચાલૂ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં 4-5 લોકાના ઇજાગ્રસ્ત હોવાની વાત કહેવામાં આવી રહી છે, જેમને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન