The names of the candidates in the Gujarat Congress will be announced by the 31st
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસમાં મુરતિયાની પસંદગીનો ધમધમાટ 31મી સુધી પહેલા તબક્કાના નામો જાહેર થશે

ગુજરાત કોંગ્રેસમાં મુરતિયાની પસંદગીનો ધમધમાટ 31મી સુધી પહેલા તબક્કાના નામો જાહેર થશે

 | 7:19 am IST
  • Share

અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાવાની જાહેરાત થઈ છે, કોંગ્રેસે મહાનગરોમાં ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવાનો ધમધમાટ શરૂ કર્યો છે, મોટે ભાગે ૩૧મી જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસ પહેલા તબક્કા માટે ઉમેદવારોના નામો જાહેર કરશે.

એટલું જ નહીં પરંતુ વર્તમાન કોર્પોરેટરોને તેમની કામગીરીના આધારે રિપીટ કરાશે, આ કોર્પોરેટરોની કામગીરીની અત્યારે સમીક્ષા ચાલી રહી છે. ચૂંટણી જાહેર થતાં જ દાવેદારોએ પોતાના રાજકીય આકાઓના સહારે ટિકિટ માટે લોબિંગ શરૂ કરી દીધું છે.

પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રો કહે છે કે, મહાનગરો માટે મોટે ભાગે ૩૧મી જાન્યુઆરી સુધીમાં પહેલાં તબક્કામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, એટલું જ નહીં પરંતુ ૫૦ ટકા યુવાઓ-નવા ચહેરાને તક આપવા માટે પાર્ટીએ મન બનાવ્યું છે.

કોંગ્રેસે સૌ પ્રથમ તો જે તે મનપામાંથી ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા હતા, એ પછી જે તે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને હવે ત્રીજા તબક્કામાં પાર્ટીના હોદ્દેદારો નામોને આખરી ઓપ આપવાની કવાયત્માં લાગી ગયા છે.

નામોની છણાવટ કરીને ૩૧મી જાન્યુઆરી સુધીમાં પહેલા તબક્કાનાં નામો જાહેર કરાશે. કોંગ્રેસને ચૂંટણી પહેલાં જ પક્ષપલ્ટાનો ડર સતાવી રહ્યો છે, જેના કારણે જે તે દાવેદારો પાસેથી બે નેતાની બાંહેધરી માગવામાં આવી રહી છે કે, તેઓ ચૂંટાયા પછી પક્ષપલ્ટો નહિ કરે, આ બાબતને લઈને પણ અંદરો અંદર ધૂંધવાટ જોવા મળી રહ્યો છે.

જે સીટિંગ કોર્પોરેટરો છે તેઓ પક્ષના કાર્યક્રમોમાં હાજર રહ્યા છે કે કેમ, કોર્પોરેટર તરીકે સક્રિય કામગીરી કરી છે કે કેમ તેની સમીક્ષા ચાલી રહી છે, આમ કોર્પોરેટરોની સક્રિય ભૂમિકા હશે તેને જ રિપિટ કરાશે તેમ પાર્ટીના સૂત્રો કહે છે. ઉમેદવાર પસંદગીની આખરી ઓપ આપવાની પ્રક્રિયા આમ તો ૨૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાશે તેમ સૂત્રો કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન