know the nature of the person by the way of speaking
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • બોલવાની રીત પરથી જાણીલો કેવો છે સ્વભાવ, મનના અંતરંગ ભાવ ખોલે તમારી ભાષા

બોલવાની રીત પરથી જાણીલો કેવો છે સ્વભાવ, મનના અંતરંગ ભાવ ખોલે તમારી ભાષા

 | 4:30 pm IST
  • Share

સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના અંગો અને આકાર, રંગ અને નિશાન અને લક્ષણોનું અધ્યયન કરવાથી સ્વભાવની જાણકારી અંગે જાણી શકાય છે. આ ખુબજ પ્રાચીન વિદ્યા છે. જેના પર લોકો ખુબજ વિશ્વાસ કરે છે. આપણા સૌની બોલવાની રીત ભાત પરથી અવાજના આરોહ અવરોહ પરથી સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્વભાવને સારી રીતે સમજી શકાય છે. વ્યક્તિનો સ્વભાવ કેવો છે તે બોલી પરથી જાણી શકાય છે.

તો આજે જાણીએ ભાષા પરથી સ્વભાવ અંગે. ખુબજ જલ્દી જલ્દી અસ્પષ્ટ બોલનાર લોકો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો ન તો મનમાં કંઈપણ છુપાવે છે કે ન તો તેઓ સ્પષ્ટ કંઇ કહેવા માંગે છે. મૂંઝવણની આવી સ્થિતિમાં આવા લોકોને વિશ્વાસના પાત્ર માનવામાં આવતાં નથી. કોઈએ તેમના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર બીજાની સરખામણીએ ઉંચા અવાજે વાત કરનાર ખુબજ હઠીલા હોય છે. આ લોકો, હઠીલા હોવાને કારણે, બીજાઓ પર તેમના મંતવ્યો લાદવાનું પસંદ કરે છે. આ લોકો કોઇને કોઇ વાતે વાંકુ પડે છે અને બીજાની હંમેશા નીંદા કરે છે. તેમનો સ્વભાવ તેમને આગળ વધતા અટકાવી દે છે. કર્કશ વાણી બોલવા પાછળ તેમની અંદર છુપાયેલ પીડા જવાબદાર છે.

ગર્જના કરતો હોય તેવો અવાજ કાઢીને વાત કરનાર લોકો ગંભીર અને સંયમી સ્વભાવના હોય છે. તેઓ ગંભીર અધ્યયન કરવામાં માને છે. આથી આવા લોકો વિદ્વાન હોય છે. ગંભીર વાત કરનારા લોકો જેનો અવાજ વાત કરતી વખતે ગંભીરતા અને સંતુલનને પ્રતિબિંબિત કરે છે, તે લોકો તેમના કાર્યો અને ફરજોને ધ્યાનમાં રાખીને જવાબદાર છે. આ લોકો વ્યવસ્થિત રીતે પોતાનાં કાર્યો કરે છે અને સમાજનાં હિતમાં પણ કામ કરવામાં વિશ્વાસ રાખે છે.

સામાન્ય અને ધીમુ અવાજથી બોલનાર સ્ત્રી. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીનો અવાજ સામાન્ય કે તીણો હોય આવી સ્ત્રીઓમાં અહંકારની ભાવના હોય છે. જો કે તેમનામાં ગજબની નેતૃત્વ શક્તિ અને અનુશાસનની ક્ષમતા હોય છે. તેઓ પોતાના પરિવારને નિયંત્રણ અને અનુશાસનમાં રાખે છે. તેમના કાર્યોની વાત કરીએ તો તેઓ ઉચ્ચ પદ પર બીરાજે છે.
ખુબજ ધીમા અવાજે બોલનાર 
ખુબજ ધીમા અવાજે બોલનાર પોતાની વાતોમાં સ્પષ્ટ હોતા નથી, આવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે બુદ્ધિ ઓછી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકોમાં નબળી ઇચ્છાશક્તિ અને ધુર્ત સ્વભાવ હોય છે.

આ વીડિયો જુઓ: ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલ શિવ મંદિરના કરો દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન