લૉન્ચ થશે ટીવીએસ અપાચેનું નવું મોડલ, હોઇ શકે છે આવા ફિચર્સ - Sandesh
  • Home
  • Business
  • લૉન્ચ થશે ટીવીએસ અપાચેનું નવું મોડલ, હોઇ શકે છે આવા ફિચર્સ

લૉન્ચ થશે ટીવીએસ અપાચેનું નવું મોડલ, હોઇ શકે છે આવા ફિચર્સ

 | 1:49 pm IST

ટીવીએસ મોટર કંપની આજે પોતાની અપડેટેડ ન્યૂ જનરેશન ટીવીએસ અપાચે આરટીઆર 160ને લૉન્ચ કરશે. આ અપાચેના જૂના 160cc મોડલનું રિફ્રેશ મોડલ હશે. આ નવા મોડલમાં ઘણા નવા ફિચર્સ હશે. સ્ટાઇલ અને ડિઝાઇન યૂનિક હશે. આ સાથે જ ચેસિસ પણ એક દમ નવી હોવાની આશા છે. અપાચેનું જુનુ મોડલ યુવાઓમાં ખુબ જ પ્રખ્યાત છે.

અપાચે સીરીઝની આ નવી બાઇકનું ડિઝાઇન 200Ccવાળી અપાચે આરટીઆર 4Vથી ઇન્સપાયર્ડ થઇ શકે છે. આ નવી બાઇકમાં ડિઝિટલ ઇસ્ટૂમેન્ટ પેનલ હોઇ શકે છે. આ બાઇકમાં ઘણા નવી ફિચર્સ હશે. આ બાઇકનાં નવા ડિટેલ્સ તો બાઇક લૉન્ચીગ સાથે જ સામે આવી શકે છે.

નવા સસ્પેંશન, સિંગલ પીસ હેન્ડલબાર, એલઇડી લાઇટ્સ જેવા અપડેટ્સ દેખવા મળી શકી છે. ટીવીએસ નવા મોડલમાં એબીએસ એટલે કે એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ પણ આપી શકે છે. એક અનુમાન અનુસાર આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 80,000 રૂપિયા હોઇ શકે છે. બજારમાં આ બાઇકની સીધી ટક્કર Bajaj Pulsar NS 160, Suzuki Gixxer અને Honda CB Hornet 160R સાથે છે.