The New Zealand batsman missed a second in taking the DRS
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડનો બદકિસ્મત ખેલાડી, એક સેકન્ડની ભૂલ પડી ગઇ ભારે

ન્યૂઝીલેન્ડનો બદકિસ્મત ખેલાડી, એક સેકન્ડની ભૂલ પડી ગઇ ભારે

 | 5:49 pm IST
  • Share

  • ન્યૂઝીલેન્ડનો બદકિસ્મત ખેલાડી
  • વિલ યંગ DRS લેવામાં એક સેકન્ડ ચૂંકી ગયો
  • અશ્વિનની ઓવરમાં વિલ યંગ LBW આઉટ થયો


ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી કાનપુર ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. મેચની બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમને 284 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં જ્યારે કિવી ટીમ ચોથા દિવસે બેટિંગ કરવા ઉતરી ત્યારે ઓપનર વિલ યંગનો સાથ તેના નસીબે છોડી દીધો હતો. અથવા એમ કહો કે પોતાની ભૂલને કારણે વિલ યંગ ઝડપથી પેવેલિયન ભેગો થયો હતો.

ખરેખરમાં કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 4 ઓવર રમવાની તક મળી હતી. ટીમે ત્રણ રનના સ્કોર પર વિલ યંગના રૂપે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને LBW કર્યો હતો.

એક સેકન્ડની ભૂલથી વિકેટ ગુમાવી

આ દરમિયાન વિલ યંગે DRS (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) લેવા માટે સાથી ખેલાડી ટૉમ લાથમની સલાહ લીધી હતી. પરંતુ તેણે અમ્પાયરને DRS લેવા માટે ઈશારો કર્યો ત્યાં સુધીમાં 15 સેકન્ડનો સમય પૂર્ણ થઈ ગયો હતો. વિલ યંગ માત્ર એક સેકન્ડ મોડો પડ્યો હતો. આ જ કારણ હતું કે અમ્પાયરે તેની અપીલ ન સાંભળી અને તેને આઉટ જાહેર કર્યો.

બાદમાં રિપ્લે જોતા જાણવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઇ રહ્યો હતો. જો વિલ યંગ એક સેકન્ડ પહેલા ડીઆરએસ લઇ લેતોતો થર્ડ અમ્પાયર પાસેથી તેને જીવનદાન મળી શક્તું પરંતુ તેણે પોતાની જ ભૂલથી વિકેટ ગુમાવી દીધી.

કિવી ટીમ સામે 284 રનનો ટાર્ગેટ

કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 345 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 296 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમને પ્રથમ દાવમાં 49 રનની લીડ મળી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 234 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો