The Nifty will have close support at 14,467 followed by 14,336
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નિફ્ટીમાં 14,467 અને ત્યારબાદ 14,336નો નજીકનો સપોર્ટ રહેશે

નિફ્ટીમાં 14,467 અને ત્યારબાદ 14,336નો નજીકનો સપોર્ટ રહેશે

 | 7:23 am IST
  • Share

વિતેલું સપ્તાહ મોટા ચઢાવ-ઉતારવાળું રહ્યું હતું. નિફ્ટી સોમવારે ૨ ટકા ઘટી પછીના ત્રણ દિવસોમાં ૩ ટકા સુધર્યાં બાદ શુક્રવારે ૪ ટકા તૂટયો હતો. સરવાળે તે ૩ ટકા ધોવાયો હતો. બેન્ચમાર્ક સતત બીજા સપ્તાહે ઘટયો હતો. નિફ્ટી સ્મોલ અને મિડ-કેપ સૂચકાંકો જોકે અનુક્રમે ૦.૬ ટકા અને ૦.૯ ટકા સુધરી બંધ આવ્યાં હતાં. નિફ્ટી મેટલ ૭.૬ ટકા સુધર્યો હતો.

નિફ્ટી(CMP: ૧૪,૫૨૯): શુક્રવારે ૧૪,૪૬૭નું તળિયું બનાવીને નિફ્ટીએ ૨ ફેબ્રુઆરીએ ગેપ-અપ ઓપનિંગ વખતે બનાવેલા ૧૪,૪૬૯-૧૪,૩૩૬ના ગેપને ટેસ્ટ કર્યો હતો. હાલમાં ૧૪,૪૬૭ નજીકનો સપોર્ટ છે. જે તૂટતાં ૧૪,૩૩૬ પછીનો સપોર્ટ રહેશે. જો ૧૪,૩૩૬નું સ્તર તૂટશે તો દૈનિક ચાર્ટ પર તાજેતરના બોટ્મ્સને જોડતી ટ્રેન્ડલાઇન પર ૧૪,૦૦૦નો સપોર્ટ રહેશે. ઉપરની બાજુએ શુક્રવારે ગેપ-ડાઉ ઓપનિંગ વખતે બનાવેલા ગેપનું નીચેનું સ્તર ૧૪,૯૧૯ અવરોધ બની રહેશે. જ્યારબાદ ૧૫,૦૬૫ અવરોધ રહેશે.

બેંકનિફ્ટી(CMP: ૩૪,૮૦૩): ૩૪,૧૦૦નું ૩૪-ડીએમએનું સ્તર નજીકનો સપોર્ટ છે. જેની નીચે ૨ ફેબ્રુઆરીએ બનેલો ૩૩,૫૮૩-૩૩,૩૦૫નો ગેપ સપોર્ટ રહેશે. શુક્રવારે ગેપ-ડાઉન ઓપનિંગ વખતે બનાવેલા ગેપનું નીચેનું સ્તર ૩૫,૯૦૦ નજીકનો અવરોધ રહેશે. જે પાર થતાં ૩૬,૪૯૪નું ગેપનું ઉપરનું સ્તર અવરોધ બનશે.

૩એમ ઇન્ડિયા(CMP: ૨૨,૮૩૨):શુક્રવારના નબળા બજારમાં શેર ઊંચા વોલ્યુમ સાથે ૩ ટકા સુધર્યો હતો અને ૧૧ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. તે દૈનિક ચાર્ટ પર બોલિંન્ગરના ઉપરના બેન્ડ પર બંધ આવ્યો છે. જે મજબૂતી અને મોમેન્ટમ સૂચવે છે. શેરમાં રૂ. ૨૧,૮૦૦નો એસએલ રાખી રૂ. ૨૪,૪૦૦ના ટાર્ગેટ સાથે ખરીદી કરવી જોઈએ.

ડાયનેમિક પ્રોડક્ટ્સ(CMP: ૩૯૮.૫૦): ૧૨ ફેબ્રુઆરીએ રૂ. ૪૧૫ની ટોચ બનાવી ૧૦ સત્રોથી ચેનલ ફેર્મેશનમાં કોન્સોલિડેટ થતો હતો. શુક્રવારે સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. રૂ. ૩૭૩ના સ્ટોપલોસ સાથે રૂ. ૪૩૫ના ટાર્ગેટથી ખરીદી કરવી જોઈએ.

અંબેર(CMP: ૩,૨૩૨): ૧૨ ફેબ્રુઆરીએ રૂ. ૩,૩૧૫ની ટોચ બનાવી કોન્સોલિડેશનમાં હતો. ગુરુવારે તેણે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જે નવા સપ્તાહે પણ આગળ વધી શકે છે. રૂ. ૩,૧૪૦નો સ્ટોપલોસ જાળવી રૂ. ૩,૪૨૫ના ટાર્ગેટ સાથે ખરીદી કરાય.

જમના ઓટો(CMP: ૬૯.૪૫):૫ ફેબ્રુઆરીએ રૂ. ૭૩.૯૦ની ટોચ બનાવી ૧૫ સત્રોથી કોન્સોલિડેશનમાં હતો. કોન્સોલિડેશને ફાલિંગ ચેનલનો આકાર બનાવ્યો હતો. શુક્રવારે તેણે ચેનલના અપલ લેવલને પડકાર્યું હતું. જો તે શુક્રવારે બનાવેલા રૂ. ૭૦.૪૦ના ટોચને પાર કરશે તો બ્રેકઆઉટની ખાતરી મળશે. જ્યારબાદ રૂ. ૬૭.૪૦ના સ્ટોપલોસ સાથે રૂ. ૭૪.૮૫ના ટાર્ગેટથી ખરીદી કરી શકાય.

(હેડ (રિસર્ચ), પ્રૂડન્ટ બ્રોકિંગ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન