NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઉનાળામાં અખાદ્ય બરફનું ધૂમ વેચાણ છતાં પણ તંત્ર દ્વારા ‘આંખ આડા કાન’

ઉનાળામાં અખાદ્ય બરફનું ધૂમ વેચાણ છતાં પણ તંત્ર દ્વારા ‘આંખ આડા કાન’

 | 12:34 am IST

પાટણ,તા.૨૦

પાટણ શહેર સહિત જીલ્લામાં ઉનાળાની ઋતું ધીમે પગલે શરૂ થઈ જવા પામી છે ત્યારે બજારોમાં ઠંડા પીણાનો વેપલો ઠેર ઠેર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે વેપારીઓ તગડો નફો રળવા ભેળસેળ કરતા હોઈ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાના પગલે તંત્ર દ્વારા બજારોમાં વેચાતા ઠંડા પીણા તેમજ ખાણીપીણીની ચીજ વસ્તુઓ પર તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાટણ શહેર સહિત જીલ્લામાં ઉનાળાની ઋતું ધીમા પગલે શરૂ થઈ જતા બજારોમાં જ્યુસની લારીઓ, શેરડીના કોલા, ઠંડા પીણાસહિતનું વેચાણ શરૂ થઈ જવા પામ્યું છે ત્યારે તેમાં હલકી ગુણવત્તા સહિતની ચીજ વસ્તુની ભેળસેળ કરતા હોઈ જે આરોગ્ય સામે ખતરો ઉભો થાય તેમ હોવા છતાં વેપારીઓ તગડો નફો રળા તે રસ્તો અપનાવી રહ્યા છે. જેને લઈને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થવા પામ્યો છે તો સાથે બજારોમાં પકોડીની લારીઓ સહિત ખાધસામગ્રીનું વેચાણ થાય છે. પરંતું તેમાં પણ ભેળસેળ કરતા હોઈ જેને લઈને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. જેમાં ટાઈફોઈડ, કોલેરા, ઝાડા, ઉલ્ટી વગેરે જેવા રોગો થવાની સંભાવનાઓ રહેવા પામી છે તો બજારોમાં અખાધ બરફનું વેચાણ ખુલ્લેઆમ શરૂ થઈ જવા પામ્યું છે ત્યારે વહીવટી તંત્ર સહિત પાટણ નગરપાલિકા તેમજ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બજારોમાં ઠંડા પીણા સહિત ખાધચીજો, વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોલંલોલ કામગીરી

પાટણ શહેર સહિત જીલ્લામાં વર્ષ દરમ્યાન અનેક તહેવારો આવતા હોય છે ત્યારે તેમાં જ વેપારીઓ તગડો નફો રળવા ખાધચીજ વસ્તુઓમાં ભેળસેળ કરે છે ત્યારે તે સમયે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થવા પામે છે. પરંતું તંત્ર તેમજ પાટણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. જેને લઈને વેપારીઓને ખુલ્લો દોર મળી જવા પામ્યો છે ત્યારે ઉનાળાની ઋતું ધીમે પગલે શરૂ થવા પામી છે. ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પાલિકા તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરે તેવી લોકમાંગ રહેવા પામી છે તો સાથે સાથે બજારોમાં સાંજના સમયે પકોડી સહિત અન્ય ખાધચીજવસ્તુઓનું વેચાણ થાય છે. જેને લઈને ટાઈફોઈડ, કોલેરા સહિતના રોગો થવાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બાબતે કાળજી લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ રહેવા પામી છે.