ગુજરાતમાં કોરોનાના સાજા થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા સરખી - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • ગુજરાતમાં કોરોનાના સાજા થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા સરખી

ગુજરાતમાં કોરોનાના સાજા થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા સરખી

 | 2:00 am IST

કોરોના વાઈરસમાં બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતનો સાજા થવાના રેશિયામાં તદ્દન વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે, અન્ય રાજ્યોમાં મોતની સંખ્યા સામે સાજા થનારની સંખ્યા વધુ છે જ્યારે ગુજરાતમાં સાજા થયેલા અને મૃત્યુ પામેલાની સંખ્યા એક સરખી જોવા મળે છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ વાળી ૪૨ વ્યક્તિ સાજી થઈ છે જ્યારે ૧૯ લોકોનો મોત નિપજ્યાં છે. ગુજરાતમાં કુલ ૭ લોકો સાજા થયા છે અને મૃત્યુ પામનારની સંખ્યા પણ ૭એ પહોચી છે. દેશની વાત કરીએ તો કુલ ૨,૩૮૮ કેસમાંથી ૧૭૯ લોકો સાજા થયા છે જ્યારે ૬૯ લોકોના મોત નિપજ્યાં છે.

આ સિવાય અન્ય રાજ્યોમાં તમિલનાડુમાં ૬ લોકો સાજા થયા છે અને ૧નું મોત થયુ છે. કેરળમાં પણ ૨૬ સાજા થયા છે અને ૨ના મોત થયા છે. દિલ્હીમાં સાજા થયેલા ૬ લોકો છે અને ૪ના મોત થયા છે. ગુજરાતની માફક સાજા થનારની સામે મોત પામેલાની સંખ્યા સરખી અથવા વધુ હોય તેવા રાજ્યોમાં મધ્યપ્રદેશ, પિૃમ બંગાળ, પંજાબ, બિહાર અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન