the number of quarantine persons doubled in three days In Surat
  • Home
  • Corona live
  • સુરતમાં ત્રણ દિવસમાં ક્વોરન્ટાઇન વ્યક્તિની અચાનક સંખ્યા બમણી થઈ, આ છે મુખ્ય કારણ

સુરતમાં ત્રણ દિવસમાં ક્વોરન્ટાઇન વ્યક્તિની અચાનક સંખ્યા બમણી થઈ, આ છે મુખ્ય કારણ

 | 7:40 am IST

સુરત શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા હજુ સુધી ૬ છે, પરંતુ વિદેશથી આવેલા અથવા પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિની સંખ્યા સતત વધી રહી છે. ત્રણ દિવસ પહેલા સુરત શહેરમાં ક્વોરોન્ટાઇન વ્યક્તિની સંખ્યા ૨૦૮૯ હતી, જે વધીને ગુરુવારે ૪૧૧૬ થઇ ગઇ છે. અલબત્ત ત્રણ દિવસમાં ક્વોરોન્ટાઇન વ્યક્તિની સંખ્યા બમણાથી વધુ થઇ છે. ૨૬મી માર્ચના રોજ હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિની સંખ્યા ૩૯૯૮, સરકારીમાં ૧૧૫ અને ખાનગી વીક એન્ડ હોમમાં ૩ વ્યક્તિ ક્વોરોન્ટાઇન હેઠળ છે.

પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરી દેવાયા છે, જેને કારણે ક્વોરોન્ટાઇન વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો છે. હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ નહીં કરી તેથી એપ્લિકેશનની મદદથી તેઓના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવેલા અથવા કોરોનાના શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવેલા ૪૧૧૬ વ્યક્તિ સુરત શહેરમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાંથી ૬૯૯૮ વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇન, ૧૫ સરકારીમાં અને ૩ વ્યક્તિ ખાનગી વીક એન્ડ હોટેલમાં ક્વોરેન્ટાઇનમાં છે.

સ્મીમેર, મહાવીર અને વાગોડિયાના ડોક્ટર સહિત ૧૧ શંકાસ્પદ:

શહેરમાં વધેલા કોરોના વાઈરસના આતંક વચ્ચે ગુરુવારે સ્મીમેરની મહિલા ડોક્ટર, મહાવીર હોસ્પિટલના ડોક્ટર તથા ભટારની મહિલા ડોક્ટર સહિત વધુ ૧૧ વ્યક્તિને શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શહેરના રાંદેર, પનાસ, વરિયાવી બજાર, અડાજણ, પાંડેસરા, નાનપુરા, ભટાર અને સિટીલાઈટ વિસ્તારમાં નોંધાયેલા વધુ ૧૧ કેસ સાથે અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૬૦ ઉપર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા ૧૧ શંકાસ્પદ કેસમાં ૨ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન