ત્રણનો આંક તમારી કિસ્મત ચમકાવશે, જાણો શિવજી સાથે શું છે સંબંધ! - Sandesh
  • Home
  • Astrology
  • ત્રણનો આંક તમારી કિસ્મત ચમકાવશે, જાણો શિવજી સાથે શું છે સંબંધ!

ત્રણનો આંક તમારી કિસ્મત ચમકાવશે, જાણો શિવજી સાથે શું છે સંબંધ!

 | 4:20 pm IST

ત્રણના અંકને અનેક લોકો અશુભ માને છે. પરંતુ શુંતમે જાણો છો કે આ આંકડા સાથે ભગવાન શંકરનો ખાસ સંબંધ છે. ત્રણનો સ્વામી ગુરુ ગ્રહ છે અને ગુરુના દેવતા છે ભગવાન વિષ્ણુ. તેથી જ શિવજી માટે પણ આ અંક ખાસ છે. તેમની પૂજામાં પણ ત્રણનું અનેરું મહત્વ છે. જેના વિશે આજે તમને જાણવા મળશે.

– ભગવાન શિવને જે બિલીપત્ર ચડાવામાં આવે છે, તેમાં પાનની સંખ્યા ત્રણ છે. આ ત્રણ પાંદડા ત્રિદેવ અને ત્રણ લોકનું પ્રતિક હોય છે.

– શાસ્ત્રોમાં એક દિવસના ચાર પ્રહરનું વર્ણન છે. તેમાંથી શિવજીને પ્રિય છે ત્રીજો પ્રહર એટલે કે સંધ્યા સમય. તેને પ્રદોષ કાળ પણ કહેવાય છે. આ સમયે ભગવાન શંકરની પૂજા વિશેષ ફળદાયી નીવડે છે.

– બધા જ દેવોમાં માત્ર મહાદેવને જ ત્રણ નેત્ર છે. જે દર્શાવે છે કે શિવજીને આ આંકડા સાથે ખાસ સંબંધ છે.

– ભગવાન શિવનું શસ્ત્ર છે ત્રિશૂલ, જેમાં પણ ત્રણ શૂલ છે. જ્યારે શત્રુથી સમસ્યાઓ થતી હોય ત્યારે ભોળાનાથને ત્રિશૂળ અર્પણ કરવાથી તેમાંથી મુક્તિ મળે છે.