The Ongoing Nasal Corona Vaccine Trial : Health Minister Harsh Vardhan
  • Home
  • Corona
  • સ્વાસ્થ્ય મંત્રીનો ખુલાસો : નાક દ્વારા આપવામાં આવતી કોરોના વેક્સીનની ટ્રાયલ ચાલુ પરંતુ…

સ્વાસ્થ્ય મંત્રીનો ખુલાસો : નાક દ્વારા આપવામાં આવતી કોરોના વેક્સીનની ટ્રાયલ ચાલુ પરંતુ…

 | 5:02 pm IST

ભારતમાં કોરોના વાયરસની લહેર હજી પણ યથાવત જ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ((Corona Virus) ના 74 લાખથી પણ વધારે લોકો કોરોના સંક્રમિત (Corona Infection)થઈ ચુક્યા છે. જ્યારે 1 લાખ 12 હજારથી પણ વધારે લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. કોરોના મહામારીને નાથવા તેની વેક્સીન (Coronavirus Vaccine) બનાવવા દુનિયાભરના વૈજ્ઞાનિકો (Scientist) દિવસ રાત એક કરી રહ્યાં છે.

કોરોનાની વેક્સીન આ વર્ષના અંત સુધીમાં દેશમાં જ વિકસીત કરી લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) હર્ષવર્ધને (Harsh Vardhan) કહ્યું છે કે, ભારતમાં હાલ કોઈ ઈંટ્રાનેઝલ એટલે કે નાક વડે આપવામાં આવતી વેક્સીનની ટ્રાયલ નથી કરવામાં આવી રહી, જોકે સીરમ ઈન્સ્ટીટ્યૂટે (Serum Institute) અમેરિકી બાયોટેક કંપની કોડાજેનિક્સ (Codagenix Inc) સાથે મળીને SARS-CoV-2ના ખાતમા માટે કોડાજેનિક્સ CDX-005નામની વેક્સીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, CDX-005 વેક્સીન એક ઈંટ્રાનેજલ વેક્સીન હશે, જેનું પ્રાણિઓ પર ટ્રાલય કરવામાં આવી ચુક્યો છે. હવે કંપની આ વર્ષના અંત સુધીમાં UKમાં આ વેક્સીનના પહેલા તબક્કાનો ટ્રાયલ પણ શરૂ કરશે.

હર્ષવર્ધનએ જણાવ્યું હતું કે, કોડાજેનિક્સ યૂકેમાં જ તેના માણસો પર ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરશે. આ વેક્સીનના ભારતમાં ક્લીનિકલ ટ્રાયલની જવાબાદારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના હાથમાં રહેશે.

ભારત બાયોટેક પણ રેસમાં

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારત બાયોટેકે ઈંટ્રાનેજલ વેક્સીનને લઈને વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન સાથે કરાર કર્યા છે. જેની ટ્રાયલ, ઉપ્તાદન અને માર્કેટિંગની જવાબદારી ભારત બાયોટેકની રહેશે. જ્યારે તેના પહેલા તબક્કાની ટ્રાયલ સેંટ લુઈસ યૂનિવર્સિટી વેક્સીન એંડ ટ્રીટમેંટ એંડ ઈવૈલ્યૂશન ટ્રાયલ યૂનિટમાં હશે. ત્યાર બાદ ભારત બાયોટેક તેની રિસિપ્ટના આધારે રેગ્ગુરેટ્રીની મંજુરી મળ્યાં બાદ દેશમાં તેની ક્લિનીકલ ટ્રાલયની બીડ ઉઠાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન