The only Vitamin E not to do with hair growth , do this remedy
  • Home
  • Fashion & Beauty
  • માત્ર આ 1 વસ્તુથી વાળ વધવાની સાથે નહીં થાય સફેદ, કરો આ ઉપાય

માત્ર આ 1 વસ્તુથી વાળ વધવાની સાથે નહીં થાય સફેદ, કરો આ ઉપાય

 | 3:10 pm IST

આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતો બદલાય ગઈ છે. આવી લાઈફસ્ટાઈલના કારણે સ્વાસ્થ તો ખરાબ થાય છે પરંતુ તેની તેનાથી આપણા ચહેરા અને વાળની સમસ્યા પણ વધે છે. આજકાલ છોકરીઓમાં વાળની સમસ્યા બહુ જોવા મળે છે. તેમજ પોતની ડાયટ પર ધ્યાન આપવાની જગ્યાએ માર્કેટમાં મળતા અલગ અલગ પ્રોડ્કટનો ઉપયોગ કરતી હોય છે.

જો તમારા વાળ સફેદ થઈ ગયા હોય અથવા ખરાબ થઈ ગયા હોય તો તેને શાઈનિંગ કરવા માટે વિટામીન E નો ઉપયોગ કરવો. વિટામીન E નું તેલ વાળ, સ્કિન અને નખ માટે બહુ ફાયદાકારક છે. જો તમારા વાળ ઉતરતા હોય અથવા એકદમ શુષ્ક થઈ ગયા હોય તો આજે અમે તમને જણાવીશું વિટામિન E નો ઉપયોગ કરવાની કેટલીક ટિપ્સ

વિટામીન E નો ઉપયોગ કરવાની રીત :

જો તમારા વાળ વધારે ખરાબ થઈ ગયા હોય તો તમે વિટામીન E ની કેપ્સૂલનો ઉપયોગ કરો. વિટામીન E ની કેપ્સૂલમાં સોઈથી નાનો હોલ પાડવો અને જેલ નિકાળીને રાતે ઉંઘતા પહેલાં તેને વાળમાં લગાવવી.

વિટામિન E થી થતા ફાયદા

લાંબા વાળ

કેટલીક છોકરીઓને વાળનો ગ્રોથ બહુ ઓછો હોય છે કેમ કે વાળને પુરતા પ્રમાણમાં પોષક તત્ત્વો નથી મળતા. વાળનો ગ્રોથ વધારવા નાળિયેર તેલમાં વિટામિન E જેલને મિક્સ કરીને સ્કેલ્પ પર સારી રીતે મસાજ કરીને લગાવું. સતત એક મહિના સુધી આવુ કરવાથી વાળ વધશે.

સફેદ વાળ

જો તમારા વાળ સફેદ થઈ ગયા હોય તો વિટામિન E નો ઉપયોગ કરવો. વાળમાં વિટામિન E અને નાળિયેર તેલને મિક્સ કરીને સપ્તાહમાં બે વાર તેનાથી વાળમાં મસાજ કરવી. તેનાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળશે.

વાળની ચમક વધારવા

દરરોજ વાળમાં વિટામિન E તેલ લગાવાથી વાળને ડીપ કન્ડીશનીંગ મળે છે. તેનાથી શુષ્ક થયેલાં વાળમાં ચમક આવશે

આ પણ જુઓ : આણંદના આંકલાવનું ખડોલ ઉમેટા ગામ સંપર્ક વિહોણું બન્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન