હાર્દિકના સીડી કાંડના વિરોધમાં પાસના દેખાવો, ભાજપ તારા વળતા પાણી સહિતના સૂત્રો પોકાર્યા - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હાર્દિકના સીડી કાંડના વિરોધમાં પાસના દેખાવો, ભાજપ તારા વળતા પાણી સહિતના સૂત્રો પોકાર્યા

હાર્દિકના સીડી કાંડના વિરોધમાં પાસના દેખાવો, ભાજપ તારા વળતા પાણી સહિતના સૂત્રો પોકાર્યા

 | 11:43 pm IST

રાજકોટમાં પાસ સમિતિ દ્વારા યુનિવર્સિટી રોડ પર પાટીદાર ચોકમાં ભાજપ વિરોધમાં રખાયેલા આશ્ચર્યજનક કાર્યક્રમમાં ભાજપના પૂતળાનું દહન કરવા એકઠા થયેલા પાસના કાર્યક્રતાઓની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી હતી.

પાસ કન્વીનર હાર્દિક પટેલની અંગત પળોની વહેતી થયેલી સીડીના વિરોધમાં આજે રાજકોટમાં પાસ દ્વારા ભાજપ સામે વિરોધ દેખાવો કરવા પાટીદાર વિસ્તાર એવા રવિરત્નપાર્ક પાટીદાર ચોકમાં બપોરે કાર્યક્રમ રાખ્યો હતો. અગાઉથી જ જાહેરાત કરી હોવાથી પાસના આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકર્તાઓની સામે પોલીસના ધાડા ઊતરી ગયા હતા. કાર્યકરોએ દેખાવો, સૂત્રોચ્ચાર કર્યા, પૂતળાનું દહન કરે એ પહેલાં જ પૂતળુ કબજે લઈને પાસ રાજકોટના કન્વીનર હેમાંગ પટેલ, ધવલ, હાર્દિક, યોગેશ, હિરેન, મનીષ, ધવલ, દિવ્યેશ કોરાટ, નવનીત રામાણી સહિતના પાટીદાર યુવકોની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમથકે લઈ જવાયા હતા.