ન્યૂયોર્કમાં રંગબેરંગી બતકને જોવા લોકોનાં ટોળાં ઊમટયાં, તમે પણ જોઇ લો - Sandesh
  • Home
  • World
  • ન્યૂયોર્કમાં રંગબેરંગી બતકને જોવા લોકોનાં ટોળાં ઊમટયાં, તમે પણ જોઇ લો

ન્યૂયોર્કમાં રંગબેરંગી બતકને જોવા લોકોનાં ટોળાં ઊમટયાં, તમે પણ જોઇ લો

 | 5:30 pm IST

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના એક જાણીતા પાર્કમાં રખાયેલી એક બતક લોકોનાં આકર્ષણનું પાત્ર બની છે. આ બતકનો રંગ સફેદ નથી પરંતુ રંગબેરંગી છે.

મંદારીન નામની બતક પૂર્વ એશિયામાં મળી આવે છે. આ બતકને ઓક્ટોબર મહિનાના પાર્ક આસપાસના તળાવમાં જોવામાં આવી હતી અને કોઈકે તેનો વીડિયો શેયર કરી નાખતાં બતકને જોવા લોકોના ેટોળાં ઊમટયાંં હતા. આમ તો મંદારિન ચીનની એક ભાષા છે.

મંદારિન બતક ચીન અને જાપાનમાંથી મળી આવે છે. અમેરિકામાં તે જોવા મળતી નથી એટલે લોકોને કુતૂહલ જાગ્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સની એક ખબર અનુસાર, ન્યૂયોર્ક શહેરમાં કોઈને પણ બતક પાળવાની છૂટ નથી.

ન્યૂયોર્ક સિટી પાર્કના એક વાઇલ્ડ લાઇફ અધિકારીએ કહ્યું કે આ રંગબેરંગી બતકને અહીંથી રહેવા નહીં દેવામાં આવે. તેને બીજે કોઈક ઠેકાણે ખસેડવામાં નહીં આવે. બતક સંપૂર્ણ રીતે સારી છે.

સારી રીતે ખાઈ રહી છે અને ઊડી પણ રહી છે. પાર્કના બીજા પક્ષીઓની વચ્ચે તે સુરક્ષિત છે તેથી બતક સાથે કશું અઘટિત નહીં થાય તેની અમને ખાતરી છે.