The person who is in the horoscope Takshak kal sarp yog
  • Home
  • Astrology
  • જે વ્યક્તિની કુંડળીમાં હોય છે આ દોષ, તે લોકોમાં હોય છે આટલી બધી ખામીઓ

જે વ્યક્તિની કુંડળીમાં હોય છે આ દોષ, તે લોકોમાં હોય છે આટલી બધી ખામીઓ

 | 12:12 pm IST

દુનિયામાં ઘણા એવા લોકો છે જેને કાલસર્પ દોષ હોય છે. એવામાં કહેવામાં આવે જે જાતકની જન્મકુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેનું જીવન અસ્ત વ્યસ્ત રહે છે. આ મામલામાં કાલસર્પ દોષની પ્રચલિત પરિભાષા અનુસાર જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુના મધ્ય અન્ય દરેક ગ્રહ આવી જાય છે તો કાલસર્પ દોષનું નિર્માણ થાય છે.

તક્ષક કાલસર્પ દોષ

કહેવાય છે કે કોઇ જાતકની જન્મકુંડળીમાં તક્ષક કાલસર્પ દોષ ત્યારે બને છે જ્યારે તેની કુંડળીના સાતમાં ઘરમાં રાહુ અને પહેલા ઘરમાં કેતુ હોય. તથા સાતમાંથી પહેલા ઘરની વચ્ચે અન્ય દરેક ગ્રહ રહેલા હોય. જ્યારે તક્ષક કાલસર્પ દોષ બને છે તો વ્યક્તિના જીવનમાં અચાનક અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. કહેવાય છે કે આ સમસ્યાઓ સતત ચાલતી નથી અને થોડાક સમય એકદમ સારી રહ્યા બાદ અચાનક કોઇ મોટી સમસ્યા આવી જાય છે. કહેવાય છે તેનાથી બહાર નીકળ્યા બાદ થોડાક સમયમાં બધુ પહેલાની જેમ સારુ થઇ જાય છે અને ફરીથી અચાનક સમસ્યાઓ આવવા લાગે છે.

તક્ષક કાલસર્પ દોષની અસર

કહેવામાં આવે છે કે જન્મ કુંડળીમાં તક્ષક કાલસર્પ દોષ હોવાના લક્ષણ જાતકના શરીર પર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે અને આ દોષની અસરથી જાતક સામાન્યથી વધારે જાડા અને સામાન્યથી વધારે પાતળા હોય છે. એવામાં આજ રીતે આ દોષની અસરના કારણ ઘણા જાતકોનું કદ સામાન્યથી વધારે ઓછુ કે સામાન્યથી વધારે લાંબુ હોય છે અને તક્ષક કાલસર્પ દોષ માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર કરે છે. કહેવામાં આવે છે આ દોષથી પીડિત જાતકોનું મગજ પૂર્ણ રીતે વિક્સિત થઇ શકતું નથી. તેની સાથે જ ઘણા જાતકો જન્મથી મંદબુદ્ધિ કે માનસિક દિવ્યાંગ હોય છે અને આવા જાતક યોગ્ય રીતે ભણી કે લખી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન