એક મહિનાથી આરોપી કરી રહ્યો હતો એકતા કપૂરનો પીછો, જાણકારીથી પોલીસ પણ ચોંકી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક મહિનાથી આરોપી કરી રહ્યો હતો એકતા કપૂરનો પીછો, જાણકારીથી પોલીસ પણ ચોંકી

એક મહિનાથી આરોપી કરી રહ્યો હતો એકતા કપૂરનો પીછો, જાણકારીથી પોલીસ પણ ચોંકી

 | 12:10 pm IST

ટીવી ઇંડસ્ટ્રીની પ્રખ્યાત પ્રોડ્યુસર એકતા કપૂરને સ્ટૉક કરવાના આરોપમાં અંબોલી પોલીસે  32 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે આ વ્યક્તિ એકતાને મહીનાથી સ્ટૉક કરી રહ્યો હતો. આરોપીની ઓળખ સુધીર રાજેન્દ્ર સિંહ તરીકે કરી છે. તે હરિયાણાનો રહેનારો છે તે નોકરી મેળવવા માટે એકતા કપૂરથી મળવા માંગતો હતો.

સુત્રો મુજબ, સુધીર રાજેન્દ્ર સિંહ એક કેબ ડ્રાઇવર છે. ગત એક મહિનાથી છે એકતાને મળવાની કોશિશ કરી રહ્યો હતો. ડ્રાઇવરે આખા શહેરમાં સતત એકતાને ફોલો કરી રહ્યો હતો. એકતા કપૂરે તેને ઘણા સમયથી નજરઅંદાજ કરવાની કોશિશ કરી. એક પોલીસ અધિકારીએ કહ્યું, થોડાક દિવસ પહેલા જ્યારે એકતા જુહુમાં એક મંદિરમાં દર્શન કરવા ગઇ હતી. તો સુધીર રાજેન્દ્ર સિંહે પણ તેનો પીછો કર્યો હતો.

આરોપીએ એકતા કપૂરથી સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ એકતાના ગાર્ડ્સે તેને પકડી લીધો અને દૂર રહેવાની ચેતાવણી આપી. પોલીસ મુજબ સુધીર રાજેન્દ્ર સિંહે અંધેરી વેસ્ટના તે જ જીમમાં મેમ્બરશીપ લીધી છે જ્યાં એકતા જિમ જાય છે. જ્યારે એકતા કપૂર વર્ક આઉટ કરી રહી હોય છે ત્યારે સુધીર રાજેન્દ્ર સિંહ જિમ પાસે જોવા મળતો હતો. શનિવારે સાંજે જ્યારે એકતા જિમ ગઇ હતી, તો સિંહે તેની પાછળ અંદર જવાની કોશિશ કરી. પરંતુ ગાર્ડે તેને રોકી લીધો.

તે બાદ સુધીર રાજેન્દ્રસિંહની એકતા કપૂરનો પીછો કરવાના આરોપમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી. ફરિયાદ બાદ સોમવારે તેની ધરપકડ કરવામાં આવી. કલમ 354(D) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. સીસીટીવી અને કેટલાક ટેકનીક પુરાવાની મદદથી આરોપીને અંધેરી વેસ્ટ વીરા દેસાઇ રોડથી શોધી પાડવામાં આવ્યો, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એવું પણ તપાસ કરી રહી છે કે સુધીર રાજેન્દ્રસિંહને એકતા કપૂર અંગે જાણકારી કેવી રીતે મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન