IPLની લોકપ્રિયતા વધી, લિલામીને છ ગણા વધુ દર્શક મળ્યા - Sandesh
NIFTY 11,053.80 +45.75  |  SENSEX 36,641.86 +121.90  |  USD 68.5150 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPLની લોકપ્રિયતા વધી, લિલામીને છ ગણા વધુ દર્શક મળ્યા

IPLની લોકપ્રિયતા વધી, લિલામીને છ ગણા વધુ દર્શક મળ્યા

 | 7:46 pm IST

IPL-11 માટે ગત મહિને 27 અને 28 જાન્યુઆરીએ ખેલાડીઓની લિલામી યોજાઈ હતી જેને ટીવી, ડિઝિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર દેશ અને સમગ્ર વિશ્વમાં 4.65 કરોડ લોકોએ નિહાળ્યું હતું.બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના આંકડા મુજબ દર્શકોની સંખ્યામાં આ વધારો ગત વર્ષની તુલનાએ છ ગણો છે.

લિલામીનું જીવંત પ્રસારણ કરનાર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા નિવેદનમાં જણાવાયું કે, 2017ના મુકાબલે ડિઝિટલ પ્લેટફોર્મ હોટ સ્ટાર પરપણ દર્શકોની સંખ્યામાં પાંચ ગણો વધારો જોવા મળ્યો હતો. લિલામીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની છ ચેનલો પર કરાયું હતું.

બીસીસીઆઈના સીઇઓ રાહુલ જોહરીએ કહ્યું કે, અગાઉના વર્ષોમાં IPL માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના પ્રશંસકોની સંખ્યામાં વધારો કર્યો છે. દર્શોકની સંખ્યાને જોતાં લાગે છે કે, તેની ગુણવત્તામાં વધારો થયો છે.

IPL દ્વારા BCCIને 12 હજાર કરોડર રૂપિયાની આવક થઈ
આઈપીએલ દ્વારા બીસીસીઆઈની દર વર્ષે તીજોરી ભરાય છે તેની સાથે ઇન્કમ ટેક્સ વિભાગને પણ મોટી આવક થઈ છે. બીસીસીઆઈ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને લગભગ 3,500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. વર્ષ 2008માં આઈપીએલ શરૂ થઈ ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગે બોર્ડને છૂટ આપવાન ઇનકાર કરતાં આ વાર્ષિક ટૂર્નામેન્ટને વ્યવસાયિક ગણાવી ઇન્કમ ટેક્સ ભરવામાં છૂટ આપવાનો ઇનકાર કર્યો હતો.

બીસીસીઆઈએ આ રકમ છેલ્લા 10 વર્ષની ચૂકવી છે. એનો મતલબ દર વર્ષે 350 કરોડ રૂપિયાની આવક આઈપીએલ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને થઈ છે. જોકે, બોર્ડ દ્વારા ઇન્કમ એપેલેટ ટ્રિબ્યૂનલમાં 30 ટકા ટેક્સની માગને પડકારી છે.