ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે 'આ' દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે ‘આ’ દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે ‘આ’ દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી

 | 6:31 pm IST

ટીમ ઈન્ડિયાના કોચપદેથી રાજીનામું આપનાર ક્રિકેટર અનિલ કુંબલે ફરીથી કોચ પદે નિયુક્ત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈપીએલની ટીમ દિલ્હી ડેરડેવિલ અનિલ કુંબલેને કોચ તરીકે પસંદ કરી શકે છે. ડેરડેવિલના સહ-માલિક અને જીએમઆર ગ્રૂપના ચેરમેન કિરણકુમાર ગાંધીએ આ અંગ સંકેત આપ્યા હતા.

કિરણકુમારે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેન્ટર તરીકે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે સાથે વાતચીત કરવામાં આવી રહી છે. જોકે, હજું કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. કુંબલેએ ૧૯૯૦થી ૧૩૨ ટેસ્ટમેચ અને ૨૭૧ વન ડે મેચ રમ્યા છે. વર્ષ ૨૦૦૫માં કુંબલેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સતત ૧૮ વર્ષ સુધી ક્રિકેટમાં સક્રિય રહ્યા બાદ કુંબલેએ ૨૦૦૮માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વર્ષ ૨૦૧૨માં કુંબલેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. વર્ષ ૨૦૧૬માં એક વર્ષ માટે કુંબલેને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ કુંબલેએ કોચપદેથી રાજીનામું આપવું પડયું હતું.

ડેરડેવિલ ટીમના મુખ્ય અધિકારી હેમંત દુઆએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ ૨૦૧૩થી તેઓ મુખ્ય અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા હતા. ભારતીય સિનિયર ક્રિકેટર આશિષ નેહરા રોયલ ચેલેન્જર બેંગ્લોરની કોચ ટીમ સાથે જોડાઈ ગયા છે. હાલમાં તે ટીમના બોલિંગ કોચ છે અને સલાહકાર ગેરી કસ્ટર્નની સાથે કોચિંગ ટીમના સભ્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન