The Pre-Election Perks That Could Push PM Modi Closer To 2019 Poll Finish Line
  • Home
  • Featured
  • આ 6 પગલા 2019માં PM મોદીને ફરી એકવાર દિલ્હીની ગાદી પર બેસાડશે!

આ 6 પગલા 2019માં PM મોદીને ફરી એકવાર દિલ્હીની ગાદી પર બેસાડશે!

 | 12:40 am IST

ત્રણ રાજ્યોમાં હાથ લાગેલા પરાજય બાદ અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં સત્તાધીન મોદી સરકારે ખેડૂતો, નાના વ્યાપારીઓ અને ગરીબોને પોતાના પક્ષમાં કરવા માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. કેન્દ્રના આ પગલાથી એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રને ઝાટકો પણ લાગી શકે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સત્તારૂઠ ભાજપ સરકાર રાજકોષીય ખાધને જીડીપીના 3.3 ટકની મર્યાદામાં રાખવા માટે અગાઉથી જ તનતોડ મહેનત કરી રહી છે.

સૌથી મોટી વાત એ છે કે, આ પ્રકારની સ્થિતિની હોવા છતાંયે મોદી સરકારે મે મહિનાની આસપાસ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અને ત્યાર બાદ લોભામણી જાહેરાતો કરવાનો વાયદો કરી ચુકી છે. ખુદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ દિશામાં સંકેત આપી ચુક્યાં છે.

હવે નીચેના 6 પગલા મોદીને 2019માં દિલ્હીનો કિલ્લો સર કરાવી શકે છે

નાના વ્યાપારીઓને મદદ

કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીએ નેશનલ સેલ્સ ટેક્સ નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે, જેનાથી 20 લાખ નાના વ્યાપારીઓને ટેક્ષ આપવામાંથી મુક્તિ મળશે. સરકારે વાર્ષિક 40 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીમાંથી પણ છુટછાટ આપી દીધી છે. તો 20 લાખ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વ્યાપારીઓને જીએસટીમાંથી છુટ આપવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આગામી એપ્રિલથી જ શરૂ થઈ જશે.

ખેડૂતોની મદદ

ત્રણ સરકારી સૂત્રો પ્રમાણે, મોદી સરકાર પાકની ઓછી કિંમતના કારણે નુંકશાન વેઠી રહેલા ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે ત્રણ વિકલ્પો તપાસી રહી છે. જેના પર ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ વિકલ્પોમાં જમીનનો માલિકી હક ધરાવતા ખેડૂતોને નુંકશાનની સીધી ભરપાઈ કરવી, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતો અનાજ વેચનારા ખેડૂતોને વળતર અને એક દેવા માફ કરવાના વિકલ્પનો સમાવેશ થાય છે.

નોકરીઓમાં અનામત

સંસદમાં બુધવારે એક ઐતિહાસીક ખરડો પસાર કરવામાં આવ્યો, જેમાં ગરીબ સુવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ છે. ભાજપ દ્વારા લાવવામાં આવેલા આ સંવિધાન સંશોધન બિલ પ્રમાણે વાર્ષિક આઠ લાખથી ઓછી આવક ધરાવતા અને પાંચ એકર કરતા ઓછી જમીન ધરાવતા સુવર્ણોને અનામત મેળવવાના હકદાર રહેશે.

ડૂંગળીના ખેડૂતોને મદદ

ડુંગળીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયા બાદ કેન્દ્ર સરકારે 28 ડિસેમ્બરે ડૂંગળીના ખેડૂતોને નિકાસ પ્રોત્સાહન બમણું કરી 10 ટકા કરી દીધું છે. નિકાસ પ્રોત્સાહન કાર્યક્રમથી ખેડૂતોને સરકાર દ્વારા ક્રેડિટ મળે છે, જેનો ઉપયોગ તે જુદા જુદા પ્રકારના ટેક્ષની ચૂકવણીમાં કરી શકશે.

ઈ-કોમર્સના નવા નિયમો

સકાર 26 ડિસેમ્બરે ઈ-કોમર્સમાં એફડીઆઈના નવા નિયમો લઈને આવી, જે અનુંસાર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પોતાની ભાગીદારી ધરાવતી કંપનીનો માલ પોતાના પ્લેટફોર્મ પર નહીં વેચી શકે. આ નિયમ 1લી ફેબ્રુઆરીથી લાગુ થશે. રિટેલર્સ અને ટ્રેડર્સ લાંબા સમયથી આ બાબતે સરકારને ફરિયાર કરતા હતા કે ઈ-કોમર્સ કંપનીઓ માત્ર પોતાની ભાગીદારી ધરાવતી કંપનીઓના માલને જ પોતાના પ્લેટફોર્મ પર પ્રાથમિકતા આપે છે.

વેચાણ ટેક્ષમાં કાપ

ગત 22 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે 20 થી પણ વધારે વસ્ત્તુઓ પર વેચાણ ટેક્ષમાં કાપ મુક્યો, જેમાં ટીવી, બેટરી અને સિનેમા ટિકીટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન