અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દિકરીઓ વટ પાડે છેઃ રાષ્ટ્રપતિ - Sandesh
  • Home
  • India
  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દિકરીઓ વટ પાડે છેઃ રાષ્ટ્રપતિ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દિકરીઓ વટ પાડે છેઃ રાષ્ટ્રપતિ

 | 4:47 pm IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે આ યુનિવર્સિટી માટે બનારસના મહારાજાએ દાન આપ્યું હતું. એએમયુ ક્યારેય કોઈ એક સમુદાય માટે જ રહી નથી. આધુનિક ભારત ઉપરાંત દક્ષિણ એશિયા તથા વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં એએમયુના વિદ્યાર્થીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. તેમને અહીંયા આવીને સારું લાગે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એએમયુના દીક્ષાંત સમારોહ માટે આવ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મેડલ તથા ડિગ્રી અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં એએમયુ ખાસ ભૂમિકા ભજવે છે. તે 2020માં 100 વર્ષ પૂર્ણ કરનાર છે. આવી મહત્વની સંસ્થાઓને કોઈ સમુદાય સાથે સાંકળી લઈને જોવાની જરૂર જ નથી.

રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે ભારત રત્નથી સન્માનીત ખાન અબ્દુલ ગફાર ખાન આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતાં. ડોકટર યુસુફ મોહમ્મદ દાદુ દક્ષિણ આફ્રિકાની સ્વતંત્રતાની લડાઈમાં પ્રથમ હરોળના સ્વતંત્ર સેનાનીઓમાં સામેલ હતાં. ડો. ઝાકિર હુસેને આ જ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું અને એએમયુના વાઈસ ચાન્સેલર પણ બન્યા હતાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડો. અબ્દુલ કલામનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. તેઓ કોઈ પણ વિકસિત દેશમાં વૈભવી જીવન જીવી શકતા હતા, પરંતુ તેઓ ભારતમાં જ રહ્યા હતાં. એએમયુમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા 37 ટકા જેટલી છે. આ વર્ષે અડધા કરતાં વધુ મેડલ વિદ્યાર્થીઓને જીત્યા છે. આ દિકરીઓની પ્રગતિમાં ભવિષ્યના વિકાસિત ભારતની ઝાંખી દેખાય છે. આ દિકરીઓનો અવાજ પરિવર્તનનો અવાજ છે, જેને કલાસરૂમ અને યુનિવર્સિટીની બહાર પણ સંપૂર્ણ મહત્વ મળવું જોઈએ.