સિંગતેલના ભાવમાં રૂ.૧૦નો અને ખાંડમાં રૂ.૨૦નો ઘટાડો - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સિંગતેલના ભાવમાં રૂ.૧૦નો અને ખાંડમાં રૂ.૨૦નો ઘટાડો

સિંગતેલના ભાવમાં રૂ.૧૦નો અને ખાંડમાં રૂ.૨૦નો ઘટાડો

 | 2:52 am IST

રાજકોટ,તા.૧૨

આંતરરાજ્ય માંગ ટકી રહેતા ખોળના ભાવમાં મજબૂતાઈ રહી હતી. જામનગરમાં ભાવ ૨૧૫૦૦ પ્રતિ ટન બોલાયા હતા જ્યારે ધોરાજીમાં ૨૦,૫૦૦ રૂ. અને રાજકોટમાં ૫૦ કિલા પેકિંગમાં રૂ.૩૦નો વધારો નોંધાયો હતો.

રિટેઈલ ઘરાકીના અભાવે આજે રાજકોટમાં સિંગતેલ લૂઝના ભાવ રૂ.૮૯૫થી ૯૦૦ બોલાયા હતાં. પરંતુ કામકાજ નોંધાયા ન હતાં. કપાસિયા વોશમાં પણ રૂ.૬૪૨-૬૪૫ના ભાવે માત્ર ૧૫-૨૦ ટેન્કરના કામો થયા હતાં. તેલની કન્ઝયુમર માંગ પણ ઠંડી પડી જતાં આજે સિંગતેલની લિટર, કિલોની ડબા શ્રેણીમાં રૂ.૧૦ ઘટયા હતાં. દિવેલમાં પણ સૂસ્ત લસણ હોવાના કારણે રૂ.૩૦ ઘટીને ૧૫૫૦ રૂપિયા ૧૫ કિલોના હતાં. મકરસંક્રાંતિના સપરમાં તહેવાર ઉપર બજાર ઠંડું રહ્યું હતું. ખાંડના ભાવમાં ગઈકાલે ૨૦ ઘટયા પછી આજે પણ ફરી રૂ.૨૦ ઘટયા હતાં. એસના ભાવ ૩૪૦૦-૩૪૮૦ અને એમના ભાવ ૩૫૨૦-૩૫૮૦ રહ્યાં હતાં. તુવેર, ચોખા, ચણા, ચણા દાળના ભાવો ટકેલા હતાં. તેમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો ન હતો. આજે સૌરાષ્ટ્રમાં મગફળીની માંડ ૨૦ હજાર ગુણીની આવકો હતી. કમુર્હૂતા પછી આવકો વધવાની સંભાવના ગોંડલ માર્કેટ યાર્ડના સેક્રેટરી પ્રવીણભાઈ સોમૈયાએ વ્યક્ત કરી છે.

;