The price of vegetables doubled in one month know reason
  • Home
  • Business
  • મોંઘવારીનો માર હવે ટમેટાના ભાવ આસમાનને આંબ્યા, એક મહિનામાં બમણી થઈ શાકભાજીની કિંમત

મોંઘવારીનો માર હવે ટમેટાના ભાવ આસમાનને આંબ્યા, એક મહિનામાં બમણી થઈ શાકભાજીની કિંમત

 | 9:59 am IST

કોરોના કાળમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ દિવસે ન વધે એટલી રાત્રે વધી રહી છે. એક બાજુ કોરોનાનું સંકટ તો બીજી બાજુ જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાનને આંબી ગયા છે. સામાન્ય માણસનું તો જીવવુ દુષ્કર બની ગયુ છે. પડતા પર પાટુ હોય તેમ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતા અને મોંઘવારીએ ભરડો લેતા રસોડાનું બજેટ બગાડ્યું છે.

મોટા ભાગના રોજિંદા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજી, બટેટા, ડુંગળી અને ટમેટાંના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. મીડિયા રીપોર્ટ અનુસાર ટમેટાંના ભાવ તો પ્રતિ કિલો 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે કોલકાત્તામાં ટામેટાંના છૂટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા નોંધાયા હતા. છે. સપ્ટેમ્બર દરમિયાન કોલકાત્તામાં ટમેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ .40 નો વધારો થયો છે.

અન્ય શહેરોની વાત કરીએ તો ટમેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં ભાવ 63 રૂપિયા પ્રતિ કિલો હતો, મુંબઇ અને પટણામાં 65 રૂપિયા પ્રતિ કિલો, લખનઉમાં 70 રૂપિયા કિલો અને ગુરુગ્રામ, સિમલા અને લુધિયાણામાં 60 રૂપિયા પ્રતિ કિલો. મોટા શહેરોમાં આજ હાલ છે. 

માત્ર ટમેટાં જ નહીં, બટેટા અને ડુંગળીના ભાવ પણ સતત વધી રહ્યા છે. બટેટાની વાત કરીએ તો, મોટાભાગનાં સ્થળોએ કિંમત 35-40 રૂપિયા છે. અને કેટલાક સ્થળોએ કિલોદીઠ ભાવ 45 રૂપિયા પર પહોંચી ગયા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં બટેટાની છૂટક કિંમત 37 રૂપિયા હતી. 

ગુરુગ્રામમાં 35 રૂપિયા, સિમલામાં 45 રૂપિયા, લુધિયાણામાં 40 રૂપિયા, મુંબઇમાં 44 રૂપિયા, પટનામાં 36 રૂપિયા અને કોલકાતામાં 32 રૂપિયા નોંધાયા છે. બટેટા અને ટમેટાની જેમ ડુંગળી પણ રડાવી રહી છે, ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે કાંદાના ભાવ વધીને કિલો 41 રૂપિયા પ્રતિ થઈ ગયા છે.

ભાવ ભડકે ભળવાનું કારણ
ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વરસાદને કારણે મંડીઓમાં શાકભાજીની સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ ઉપરાંત કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવોમાં એકપક્ષીય વૃદ્ધિ થઈ છે, જેના કારણે મંડીઓમાં શાકભાજીના પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને આ વધારાના ખર્ચની અસર શાકભાજીના ભાવમાં પણ પડી રહી છે.

આ વીડિયો જુઓ: ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ વધ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન