The problem of dark underarms will go away, follow these home remedies
  • Home
  • Fashion & Beauty
  • રાતોરાત દૂર થશે ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા, કરો આ દેશી ઉપાય

રાતોરાત દૂર થશે ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા, કરો આ દેશી ઉપાય

 | 2:16 pm IST

ઘણી મહિલાઓ અને છોકરીઓને અંડરઆર્મ્સની કાળાશની સમસ્યાથી પસાર થવું પડે છે અને આજ કારણથી તમે તમારી ફેવરિટ સ્લીવલેસ ડ્રેસ પહેરી શકતા નથી. અંડરઆર્મ્સનો કલર ડાર્ક થવા પાછળનું કારણ હોય શકે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કેટલાક સહેલા ઘરેલું નુસખા અને ઉપાય જેની મદદથી તમે ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

અંડરાઆર્મ્સ ડાર્ક હોવાનું કારણ

– કેટલીક વખત ગરમ વેક્સનો ઉપયોગ કરવાથી
– હેર રિમૂવલ ક્રીમના કારણથી
– અંડરઆર્મ્સના વાળ દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ
– વધારે પડતા ટાઇટ કપડા પહેરવાના કારણે
– ડિયોડ્રન્ટનો વધારે પડતો ઉપયોગ કરવાથી
– યોગ્ય રીતે અંડરઆર્મ્સની સફાઇ ન કરવાથી

અજમાવો ઘરેલું ઉપાય

લીંબુથી થતા ફાયદા

લીંબુના અનેક ફાયદા છે. તે એક કુદરતી બ્લીચ છે. જે ડાર્ક સ્કિનને લાઇટ કરવાનું કામ કરે છે. તે સિવાય તે ડેડ સ્કિનને પણ સાફ કરે છે. નિયમિત રીતે અંડરઆર્મ્સમાં લીંબુનો રસ લગાવો. તે બાદ ઠંડા પાણીથી ધોઇને મોઇશ્ચરાઇઝર લગાવો. થોડાક દિવસ ડિયો લગાવવાનું છોડી દે. તેનાથી જલદી ફાયદો થશે. લીંબુના રસમાં વિટામીન સી ડાર્ક આર્મપિટને હળવા કરવામાં મદદ કરે છે.

બટેટા કરશે કાળાશ દૂર

બટેટામાં વિટામીન એ, બી અને સી પૂરતા પ્રમાણમાં હોય છે અને બટેટાના ઉપયોગથી તમારા અંડરઆર્મ્સની ત્વચા કુદરતી રીત બ્લીચ થઇ શકે છે. બટેટાના રસ કે બટેટાના ટૂકડાને આર્મપિટ પર લગાવવાથી ત્વચામાં બનેલા કાળા ડાઘની સમસ્યા થોડાક દિવસમાં ઓછા થઇ જાય છે. તે સિવાય તમે બટેટાના રસમાં લીંબુના રસને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવી શકો છો. તેનાથી તમને સારુ પરિણામ મળશે.

બેકિંગ સોડા ફાયદાકારક

અંડરઆર્મ્સની સ્કિનમાં જલદી ડેડ સેલ્સ એકઠા થવા લાગે છે અને અંડરઆર્મ્સની ત્વચા ખરાબ થઇ જાય છે. જેના માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેનાથી આર્મપિટને સ્ક્રબ કરો. જેથી અંડરઆર્મ્સના રોમછિદ્ર ખુલી જશે અને દુર્ગધ પણ દૂર થશે. બેકિંગ સોડામાં નારિયેળ તેલ મિકસ કરીને પણ મસાજ કરી શકો છો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વખત લગાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન