આજે પી.વી સિંધુ પાસે ઇતિહાસ રચવાનો મોકો, શું કેરોલિના સાથે હિસાબ કરશે બરાબર! - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • આજે પી.વી સિંધુ પાસે ઇતિહાસ રચવાનો મોકો, શું કેરોલિના સાથે હિસાબ કરશે બરાબર!

આજે પી.વી સિંધુ પાસે ઇતિહાસ રચવાનો મોકો, શું કેરોલિના સાથે હિસાબ કરશે બરાબર!

 | 11:15 am IST

ભારતની અગ્રણી બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયનશિપના મહિલા એકલ વર્ગના ફાઇનલ મુકાબલામા સ્થાન બનાવવામાં સફળ રહી છે. ફાઇનલમાં આજે તેની સામે સ્પેનની કૈરોલિના મારિન સાથે થશે.

અત્યાર સુધીમાં કોઇ પણ ભારતીય ખેલાડી વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતી શક્યું નથી. આવામાં સિંધુ સ્વર્ણ જીતવામાં સફળ થાય છે તો તે ઇતિહાસ રચી દેશે

સિંધુએ ગત વર્ષે પણ આ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે જાપાનની નોજોમી ઓકુહારાથી હારી ગઇ હતી. ત્યાં જ મારિને પણ ચીનની બિંગજિયાઓને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

હવે વધુ એક વખત સિંધુ સામે આ ટુર્નામેન્ટમાં સ્વર્ણ પદક જીતવાનો મોકો છે, પરંતુ તેનો સામનો તેની સામે છે જેનાથી તે રિયો ઓલમ્પિક-2006ની ફાઇનલમાં હારી ચૂકી છે. મારિને જ બે વર્ષ પહેલા સિંધુને પ્રથમ ઓલમ્પિક સ્વર્ણ પદક જીતવાથી રોકી દીધી હતી.